નવી દિલ્હીઃ Avalon Tech IPO: ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ આપનારી કંપની એવલોન ટેક (Avalon Tech) નાણાકીય વર્ષ 2023-24 નો પ્રથમ આઈપીઓ લાવવાની છે. આ આઈપીઓની ખાસ વાત છે કે કંપનીએ એન્કર રોકાણકારો દ્વારા પહેલા 389.25 કરોડ રૂપિયા ભેગા કરી લીધા છે. આ આઈપીઓ એન્કર રોકાણકારો માટે 31 માર્ચ 2023ના ખુલી ગયો હતો. તો આ નાણાકીય વર્ષનો પ્રથમ આઈપીઓ સામાન્ય રોકાણકારો માટે 3 એપ્રિલ, 2023થી ખુલશે. આઈપીઓની કુલ ઈશ્યૂ સાઇઝ 865 કરોડ રૂપિયાની છે. આ આઈપીઓમાં નવા શેર અને ઓફર ફોર સેલ બંને પ્રકારના શેર જારી કરવામાં આવશે. આવો જાણીએ આ આઈપીઓની કેટલાક ખાસ વાતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 એન્કર રોકાણકારોએ શેર ખરીદ્યા
Avalon Tech એ IPO ખુલતા પહેલા જ એન્કર રોકાણકારો દ્વારા રૂ. 389.25 કરોડ એકત્ર કર્યા છે. આ રકમ કુલ 24 એન્કર રોકાણકારો દ્વારા એકત્રિત કરવામાં આવી છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. કંપનીએ 24 એન્કર રોકાણકારોને 8,927,751 શેર ફાળવ્યા છે. BSE અનુસાર, તમામ એન્કર શેર્સ રૂ. 436 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા છે. આ શેરોની ફેસ વેલ્યુ પ્રતિ શેર રૂ. 2 છે. એન્કર રોકાણકારોમાંના અગ્રણી નામોમાં ગોલ્ડમેન સૅક્સ ફંડ્સ, એચડીએફસી લાર્જ એન્ડ મિડકેપ ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, વ્હાઇટ ઑફ કેપિટલ ફંડ્સ, IIFL સિલેક્ટ સિરીઝ II, મહિન્દ્રા મનુલાઇફ ફંડ્સ અને નોમુરા ઇન્ડિયા સ્ટોક મધર ફંડનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ 68 હજાર સુધી પહોંચી શકે છે સોનાનો ભાવ! 12 મહિનામાં 8000 મોંઘુ થયું ગોલ્ડ


હવે સામાન્ય રોકાણકારો માટે તક
એવલોન ટેકનો આઈપીઓ સામાન્ય નાગરિકો માટે 3થી 6 એપ્રિલ સુધી ખુલો રહેશે. આ આઈપીઓની સાઇઝ 865 કરોડ રૂપિયા છે. તેમાં કુલ 320 કરોડ રૂપિયાના ફ્રેશ શેર જારી કરવામાં આવશે. બાકી શેરને ઓફર ફોર સેલ દ્વારા વેચવામાં આવશે. કંપનીએ તેની પ્રાઇઝ બેન્ડ 415 રૂપિયાથી લઈને 436 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આ ઈશ્યૂથી 75 ટકા ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ (QIP),15 ટકા ભાગ નોન ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ અને 10 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટર્સો માટે રિઝર્વ કરવામાં આવ્યો છે. 


ફંડનું શું કરશે કંપની
કંપનીએ આ વિશે જાણકારી આપતા કહ્યું કે આ આઈપીઓ દ્વારા ભેગા કરવામાં આવેલલા ફંડથી કંપની પોતાની જૂની લોન ચુકવશે. તો 90 કરોડ રૂપિયા કંપની વર્કિંગ કેપિટલના રૂપમાં યૂઝ કરશે. એવલોન ટેક ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ સાથે જોડાયેલી છે. નાણાકીય વર્ષ 2020માં કંપનીને 12.33 કરોડ, નાણાકીય વર્ષ 2021માં 23.08 કરોડ અને નાણાકીય વર્ષ 2022માં 68.16 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કર્યો હતો. તો કંપનીની કમાણી દર વર્ષે વધી છે. નાણાકીય વર્ષ 2024માં કંપનીનું રેવેન્યૂ 851.65 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube