નવી દિલ્હીઃ Bonus Stock: શેર બજારમાં છેલ્લા છ મહિના દરમિયાન Avantel LTD ના શેરની કિંમતોમાં 200 ટકાથી વધુની તેજી જોવા મળી છે. કંપની તરફથી હવે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે Avantel LTD ની બોર્ડ મીટિંગ હતી. આ મીટિંગમાં નક્કી થયું કે ઈન્વેસ્ટરોને 1 શેર પર 2 શેર બોનસ તરીકે આપવામાં આવછે. નોંધનીય છે કે Avantel LTD ના શેરનો ભાવ 300 રૂપિયાથી ઓછો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 પર 2 બોનસ શેર આપશે કંપની
શેર બજારમાં આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે 2 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા એક શેર પર 3 શેર ઈન્વેસ્ટરોને બોનસ તરીકે આપવામાં આવશે. પરંતુ કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. નોંધનીય છે કે રેકોર્ડ ડેટના આધાર પર નક્કી કરવામાં આવશે કે કોને બોનસ શેર મળશે અને કોને નહીં. 


આ પણ વાંચોઃ આ જ્વેલરી સ્ટોક રોકાણકારો માટે સાબિત થયો 'સોનું', 12 મહિનામાં આપ્યું જોરદાર રિટર્ન


બીજીવાર બોનસ શેર આપવા જઈ રહી છે કંપની
Avantel LTD આ પહેલા જૂન 2022માં ઈન્વેસ્ટરોને 1 શેર પર 3 બોનસ શેર આપ્યો હતો. આ મલ્ટીબેગર સ્ટોકનું સ્પિલ્ટ આ વર્ષે ઓગસ્ટમાં થયું હતું. કંપનીના એક શેરને 5 ભાગમાં સ્લિપ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ Avantel LTD ના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયાથી ઘટાડી 2 રૂપિયાના લેવલ પર આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે કંપની નિયમિત અંતર પર ડિવિડેન્ટની જાહેરાત પણ કરતી રહી છે. 


શેર બજારમાં દમદાર પ્રદર્શન જારી
સોમવારે બજાર બંધ થવા સમયે કંપનીના એક શેરની કિંમત 270 રૂપિયા હતી. છેલ્લા એક વર્ષ દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 350 ટકાની તેજી જોવા મળી છે. તો છેલ્લા છ મહિનામાં જે રોકાણકારોએ શેર ખરીદી હોલ્ડ કરી રાખ્યો છે તેને અત્યાર સુધી 200 ટકાનો નફો થઈ ચુક્યો છે. એટલે કે તેના પૈસા ડબલ થઈ ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube