Bonus Share: મલ્ટીબેગર સ્ટોક આયુષ વેલનેસ (Ayush Wellness)ના શેર આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં રહ્યાં. કંપનીના શેરમાં આજે 2 ટકાની અપર સર્કિટ લાગી અને તે 112.80 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચ્યા હતા. આ તેનો 52 વીક હાઈ પણ છે. કંપનીના શેરમાં તેજી પાછળનું કારણ બોનસ શેરની જાહેરાત છે. હકીકતમાં કંપનીએ 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. તેનો મતલબ છે કે તમને દરેક બે પર એક આયુષ વેલનેસનો શેર ફ્રીમાં મળશે. કંપનીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટર અને પ્રથમ છ મહિનાના પરિણામો પર વિચાર કરી અને અપ્રૂવલ માટે બોર્ડ મેમ્બરની બેઠક બુધવાર, 13 નવેમ્બર 2024ના આયોજીત થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષમાં જોરદાર તેજી
આયુષ વેલનેસના શેરમાં એક વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. કંપનીના શેર અત્યાર સુધી એક વર્ષ 2000% થી વધુ વધી ગયા છે. આ દરમિયાન તેની કિંમત 5 રૂપિયાથી વધી વર્તમાન કિંમત સુધી પહોંચી છે. છેલ્લા એક વર્ષમાં કંપનીએ 3300% થી વધુ રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા શેરની કિંમત 3.30 રૂપિયા હતી. 


આ પણ વાંચોઃ આ સરકારી કંપની 16 વર્ષ બાદ લ્હાણીના મૂડમાં! આપશે એક પર એક શેર, લેવા પડાપડી


કંપની ભંડોળ એકત્ર કરશે
ઘરેલું સ્માર્ટ ન્યુટ્રિશન ઉત્પાદક આયુષ વેલનેસે તેના 1,62,25,000 ઇક્વિટી શેરધારકો માટે 1:2 ના ગુણોત્તરમાં બોનસ ઇશ્યૂની જાહેરાત કરી છે, જેમાં શેરધારકોને રેકોર્ડ તારીખે રાખવામાં આવેલા દરેક 2 ઇક્વિટી શેર માટે 1 બોનસ ઇક્વિટી શેર મળશે. આયુષ વેલનેસે રૂ. 49.90 કરોડનું ભંડોળ એકત્ર કરવાની જાહેરાત કરી છે. આયુષ વેલનેસે જણાવ્યું હતું કે આનાથી હાલના શેરધારકો કંપનીના ફંડ એકત્રીકરણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે અને સ્પેશિયલ રાઈટ્સ ઈશ્યૂ પ્રાઇસનો લાભ મેળવી શકશે. Q1FY25 માં, કંપનીએ મજબૂત ત્રિમાસિક કમાણી નોંધાવી છે. આયુષ વેલનેસે પ્રભાવશાળી 6300% YoY વૃદ્ધિ અને 183.56% YoY ચોખ્ખા નફામાં વૃદ્ધિ નોંધાવી છે.",