Ayushman Bharat Yojana: મોદી સરકારની આ યોજનાથી તમને દર મહિને થશે 15 હજારની કમાણી!, ફટાફટ કરો અરજી
કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજનાના તો દેશની સાથે સાથે વિદેશમાં વખાણ થાય છે. આ યોજનાથી લાભાર્થીઓ લાભની સાથે સાથે જરૂરિયાતમંદોને રોજગારી પણ મળી રહી છે. સરકારે આ યોજના હેઠળ પાંચ વર્ષમાં 10 લાખ રોજગારીનો લક્ષ્યાંક રાખ્યો હતો. તમામ વિગતો માટે વાંચો અહેવાલ.
Ayushman Bharat Yojana Latest Update: મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત યોજના માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં વખણાય છે. આ યોજનાથી ગરીબોને સારી સારવાર મેળવવામાં ખુબ મદદ મળી રહી છે. સ્વાસ્થ્ય યોજના હોવાની સાથે સાથે તેનાથી લોકોને રોજગારી પણ મળી રહી છે. કેન્દ્રની મોદી સરકારે આયુષ્યમાન યોજના હેઠળ પાંચ વર્ષમાં 10 લાખ રોજગારી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.
એક લાખથી વધુ આયુષ્યમાન મિત્ર તૈનાત
યોજના હેઠળ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલમાં એક લાખથી વધુ આયુષ્યમાન મિત્ર તૈનાત કરવામાં આવ્યા છે. આયુષ્યમાન મિત્રોને પગારની સાથે સાથે અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. જો તમે પણ સરકારની આ યોજના સાથે જોડાવવા માંગતા હોવ તો આયુષ્યમાન મિત્ર બનીને દર મહિને 15 હજાર રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકો છો. આયુષ્યમાન મિત્રની ભરતી માટે સ્વાસથ્ય મંત્રાલય અને કૌશલ વિકાસ મંત્રાલય મળીને કામ કરે છે.
આયુષ્યમાન મિત્રનું જાણો શું હોય છે કામ
આયુષ્યમાન મિત્રનું મુખ્ય કામ યોજના સંલગ્ન દરેક ફાયદો લાભાર્થી સુધી પહોંચાડવાનો છે. તેમને સરકારની યોજના સંલગ્ન હોસ્પિટલોમાં તૈનાત કરાય છે. કોઈ પણ અરજી કરાવવી અને તેનું આયુષ્યમાન કાર્ડ તૈયાર થવાની જવાબદારી આયુષ્યમાન મિત્રની જ હોય છે. તેમની પસંદગી 12 મહિનાના કોન્ટ્રાક્ટના આધારે કરવામાં આવે છે. 12 મહિના પૂરા થતા તેને આગળ વધારી શકાય છે.
પગાર અને ઈન્સેન્ટિવ
આયુષ્યમાન મિત્રોને દર મહિને 15 હજાર રૂપિયા મળે છે. આ ઉપરાંત દરેક દર્દી પર 50 રૂપિયા ઈન્સેન્ટિવ પણ મળે છે. પ્રત્યેક જિલ્લામાં આયુષ્યમાન મિત્રની નિયુક્તિ થાય છે. તેમની નિયુક્તિની જવાબદારી જિલ્લા સ્તરની એજન્સી કરે છે. પસંદગી બાદ તાલિમની જવાબદારી Ministry of Skill Development and Entrepreneurship ની હોય છે.
આ Video પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube