ફે્સ્ટિવલ સિઝન પહેલાં ઓફરનો વરસાદ, બજાજ આપી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
બજાજ ઓટોએ પોતાની બાઇકની કિંમતમાં 3 હજાર રૂ. જેટલો ઘટાડો કર્યો છે
નવી દિલ્હી : બજાજ ઓટોએ પોતાની બાઇક્સની કિંમત 3 હજાર રૂ. જેટલી ઘટાડી દીધી છે. આ ઘટાડાને પગલે બાઇક નિર્માતા કંપનીઓમાં પ્રાઇસ વોર શરૂ થવાની આશંકા છે. સોમવારે બજાજ ઓટો, હીરો મોટર કોર્પ અને ટીવીએસ મોટરના શેર 52 અઠવાડિયાના નીચલા સ્તર પર પહોંચી ગયા છે. રોકાણકારોને લાગે છે કે ટુ વ્હીલરના માર્કેટમાં પ્રાઇસ વોર શરૂ થવાની છે અને આ કારણે કંપનીના શેરમાં જોરદાર વેચવાલી નીકળી હતી. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજે સ્પષ્ટતા કરી છે કે બાઇક્સની કિંમત ઘટાડવાનો એ મતલબ નથી કે કંપની માર્કેટમાં પ્રાઇસ વોર શરૂ કરવા માગે છે.
મળતી માહિતી પ્રમાણે બજાજ માર્કેટમાં પોતાનો હિસ્સો વધારવા માટે કિંમત મામલે આક્રમક નીતિ અપનાવી રહ્યું છે. એનો હેતુ માર્કેટ પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો છે. બજાજે પલ્સરની કિંમત 77,000 રૂ.થી ઘટાડીને 74,000 રૂ. કરી દીધી છે. આ પગલું ભરીને બજાજે હોન્ડાની યુનિકોર્ન અને ટીવીએસના અપાચેને પડકાર આપ્યો છે.
સીએનબીસીના રિપોર્ટ પ્રમાણે બજાજ પોતાની એન્ટ્રી લેવલની બાઇક પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. આના કારણે પ્લેટિના અને સીટી100 જેવી બાઇક વધારે સસ્તી મળશે. સરકાર પણ યોજના બનાવી રહી છે કે એ વાહનો પર લાગતા જેએસટીના ઉંચા સ્લેબ પર કામ કરશે. આ વાતની જાહેરાત નજીકના ભવિષ્યમાં કરાશે જેના કારણે બાઇકની સાથેસાથે કારની કિંમત પર પણ અસર પડશે.