નવી દિલ્હીઃ Top Selling Two-Wheeler Brands: ભારતની મોટી વસ્તી ટુ-વ્હીલર દ્વારા મુસાફરી કરે છે અને હીરો મોટોકોર્પ સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક છે. Hero MotoCorp એ જાન્યુઆરી 2023 મહિનામાં 370690 ટુ વ્હીલર વેચ્યા છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે લગભગ 4 ટકાનો વધારો થયો છે. આ પછી હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા (HMSI) બીજા નંબર પર રહી, જેણે ટુ-વ્હીલરના 318184 યુનિટ વેચ્યા છે. TVS ત્રીજા નંબર પર હતી, તેના 208164 યુનિટ વેચાયા છે. ત્રણેયનું વેચાણ વાર્ષિક ધોરણે વધ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ, વેચાણની દૃષ્ટિએ ચોથા નંબરે રહેલી બજાજ ઓટોનું વેચાણ વધવાને બદલે ઘટ્યું છે. જાન્યુઆરી 2023 મહિનામાં, બજાજ ઓટોએ 138002 યુનિટ્સનું વેચાણ કર્યું હતું જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં એટલે કે જાન્યુઆરી 2022માં કંપનીએ 140469 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. તેના વેચાણમાં 1.76%નો ઘટાડો થયો છે. વોલ્યુમની વાત કરીએ તો 2467 યુનિટના વેચાણમાં ઘટાડો થયો છે.


આ પણ વાંચોઃ કરોડપતિ બનાવી શકે છે આ Smart Investment Tips,જાણો કઈ રીતે પૈસાથી બનશે પૈસા


બજાજ ઓટો પછી પાંચમા નંબરે રોયલ એનફિલ્ડ છે, જેણે જાન્યુઆરી 2023 મહિનામાં 64233 બાઇક વેચી છે. જાન્યુઆરી 2022માં, કંપનીએ 47928 યુનિટ વેચ્યા હતા, જે તેના વેચાણમાં 34 ટકાનો વધારો દર્શાવે છે. સુઝુકી છઠ્ઠા નંબર પર રહી તેના 59554 યુનિટ વેચાયા છે. તેના વેચાણમાં 33.70 ટકાનો વધારો થયો છે. કંપનીએ જાન્યુઆરી 2022માં 44542 યુનિટ વેચ્યા હતા.


જો આપણે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકો વિશે વાત કરીએ, તો ઓલા ઇલેક્ટ્રિકે જાન્યુઆરી મહિનામાં 18245 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે. આ જ Ather Energyએ 9139 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે. તેના વેચાણમાં 385 ટકાનો વધારો જોવા મળ્યો છે.


આ પણ વાંચોઃ ગૌતમ અદાણીને 10 દિવસ લાગ્યા એટલા રૂપિયા આ અમેરિકન કંપનીના એક દિવસમાં ડૂબી ગયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube