2 દિવસમાં 11% ઘટ્યા Bajaj Housing Finance ના શેર, હોલ્ડ કરો, ખરીદો કે વેચી દો, જાણો એક્સપર્ટનો મત
આ સપ્તાહે શેરબજારમાં પ્રવેશેલા આ વર્ષના સૌથી મોટા IPO બજાજ હાઉસિંગ ફાઈનાન્સના શેરમાં સતત બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન આ સ્ટોક 11 ટકા ઘટ્યો છે.
નવી દિલ્હીઃ આ વર્ષના સૌથી મોટા આઈપીઓ બજાજ હાઉસિંગ ફાઈનાન્સનું સોમવારે શેર બજારમાં મલ્ટીબેગર પર્દાપણની સાથે સતત બે દિવસથી ચાલતી તેજીનો સિલસિલો તૂટી ગયો છે. હવે ઈન્વેસ્ટરોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું છે. છેલ્લા બે કારોબારી સત્રમાં આ કંપનીના શેરમાં 11 ટકાનો ઘટાડો થયો છે. પરંતુ ઈશ્યૂમાં એલોટમેન્ટ મેળવનાર ઈન્વેસ્ટરો હજુ 130% ના ફાયદામાં છે. ગુરૂવારે 172.98ના લેવલ પર ઓપન થયો, પરંતુ થોડા સમયમાં તે 161 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
હોલ્ડ કરો... વેચો કે ખરીદો
શેરમાં આવેલા આ ઘટાડા અને હાઈ માર્કેટ કેપ છતાં એક્સર્ટે તેના પર પોતાનું કવરેજ શરૂ કર્યું છે. ઘરેલું બ્રોકરેજ ફર્મ ફિલિપકેપિટલે 210 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝ સાથે સ્ટોક પર કવરેજ શરૂ કર્યું છે. ફિલિપકેપિટલે પોતાના રિપોર્ટમાં કહ્યું- અમારૂ માનવું છે કે BHFL પોતાનામાં એક અલગ જ લીગ છે. જેનું ધ્યાન ઘણી હોમ લોન ઈચ્છનાર માટે ડિઝાયરેબલ સ્વીટ સ્પોટ પર છે- 50 લાખ રૂપિયાની ટિકિટ સાઇઝ.
આ પણ વાંચોઃ 15 દિવસમાં કરવી છે જોરદાર કમાણી? તો ખરીદી લો આ 5 Stocks
તે જ સમયે, ડીઆર ચોક્સી ફિનસર્વના મેનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીએ કહ્યું, "આ દર્શાવે છે કે બજારમાં લગભગ 14,000-15,000 કરોડ રૂપિયાનો ફ્લોટિંગ સ્ટોક હાજર છે. આ ઉપરાંત, મને લાગે છે કે તે બજારમાં ઉપલબ્ધ નથી. જેની સામે દરેક સિંગલ ફંડ "કદાચ પોર્ટફોલિયોમાં ખરીદવા માંગે છે."
114 ટકા પ્રીમિયમ પર થયું હતું લિસ્ટિંગ
મહત્વનું છે કે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ 6560 કરોડ રૂપિયા ભેગા કરવા માટે 9 સપ્ટેમ્બરે ઓપન થયો, જ્યારે 13 સપ્ટેમ્બરે બંધ થઈ ગયો હતો. આ આઈપીઓને 67 ગણાથી વધુ રેકોર્ડ સબ્સક્રિપ્શન મળ્યું હતું. તોસોમવારે તેના શેરનું લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઇઝથી 114 ટકા પ્રીમિયમ સાથે 150 રૂપિયાના લેવલ પર થયું હતું.