નવી દિલ્હી: દેશની પહેલી ક્વાડ્રીસાઇકલને લઇને ઇંતજાર ખતમ થવાનો છે. કારણ કે Bajaj Qute ની લોન્ચિંગ તારીખ આવી ગઇ છે. આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી તે બજાજ ક્યૂટ 18 એપ્રિલના રોજ લોન્ચ થવાની છે. પોતાની ડિઝાઇન અને ઉપયોગના આધારે આ ક્વાડ્રીસાઇકલ થ્રી-વીલર રિક્શા અને કારની વચ્ચેના સેગમેંટમાં જગ્યા બનાવશે. બજાજ ઓટો એક્સપોર્ટ માર્કેટ માટે લાંબા સમયથી ભારતમાં 'ક્યૂટ કાર'ને બનાવી રહી છે. હવે તેને ભારતીય બજારમાં ઉતારવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજાજ ક્યૂટને પહેલીવાર 2012 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2016 ઓટો એક્સપોમાં તેનું પ્રોડક્શન વર્જન (બજારમાં લોન્ચ થનાર) પ્રદર્શિત કરવામાં આવ્યું. પરંતુ નિયમો અનુસાર આ ભારતના રસ્તા પર ચાલવા માટે યોગ્ય ન હતી. 2018માં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઇવેએ 'ક્વાડ્રીસાઇકલ' નામથી દેશમાં ગાડીઓનું એક નવું સેગમેંટ બનાવવાની મંજૂરી આપી. આ સેગમેંટ બન્યા બાદ બજાજ ક્યૂટ હવે ભારતીય માર્ગો પર દોડવા માટે કાયદાકીય રીતે સ્વિકૃત (રોડ લીગલ) છે. હવે તેનો કોમર્શિયલ અને પર્સલન યૂઝ કરી શકાય છે. 


બજાજ ક્યૂટમાં 216 cc, સિંગલ-સિલિંડર ટ્વિન સ્પાર્ડ એંજીન છે. આ એંજીન મોનો-ફ્યૂલ વર્જનમાં ઉપલબ્ધ છે. તેનો અર્થ છે કે તેને તમે પેટ્રોલ અથવા સીએનજી ઓપ્શનમાં લઇ શકો છો. બંને ફ્યૂલ (પેટ્રોલ-સીએનજી) ઓપ્શન એકસાથે ઉપલબ્ધ થશે નહી. પેટ્રોલ વર્જનમાં આ એન્જીન 13 bhp નો પાવર અને 18.9 Nm ટોર્ક જનરેટ કરે છે. સીએનજી વર્જનમાં આ એન્જીનમાં 10 bhp નો પાવર અને 16 Nm ટોર્ક જનરેટ કરે છે. બજાજ ક્યૂટનું એન્જીન 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. 


કિંમત
બજાજ ક્યૂટના પેટ્રોલ વર્જનની કિંમત 2.64 લાખ અને સીએનજી વેરિએન્ટની કિંમત 2.84 લાખ રૂપિયા છે. આ કિંમત એક્સ શો રૂમની છે. સાઇઝના મામલે આ ટાટા નેનો કરતાં પણ નાની છે.