1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ નજીક, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ
Bonus Share: બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રી લિમિટેડે બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. કંપની 1 શેર પર ત્રણ શેર બોનસ આપી રહી છે. આ બોનસ ઈશ્યુ માટે રેકોર્ડ ડેટ આગામી સપ્તાહે છે.
Bajaj Steel Limited Share: બજાજ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બોનસ શેર (Bonus Share) આપવાની જાહેરાત કરી છે. કંપની દરેક એક શેર માટે 3 શેર બોનસ તરીકે આપશે. જેની નિયત રેકોર્ડ તારીખ આગામી સપ્તાહે છે. તમને જણાવી દઈએ કે, કંપની પહેલીવાર રોકાણકારોને બોનસ શેરની ભેટ આપવા જઈ રહી છે.
રેકોર્ડ ડેટ કયો દિવસ છે?
બજાજ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે એક શેર માટે 3 શેર બોનસ તરીકે આપવામાં આવશે. કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે મંગળવાર, 12 નવેમ્બરની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. તમને જણાવી દઈએ કે, જે રોકાણકારો બોનસ શેરનો લાભ લેવા માગે છે તેમણે રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા શેર ખરીદવા પડશે.
સતત ડિવિડેન્ડ આપી રહી છે કંપની
કંપનીએ સતત ઈન્વેસ્ટરોને ડિવિડેન્ડ આપ્યું છે. છેલ્લે કંપની 28 ઓગસ્ટે એક્સ-ડિવિડેન્ડ ટ્રેડ કર્યું હતું. ત્યારે કંપનીએ દરેક શેર પર 3 રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું. 2023માં પણ બજાર સ્ટીલે દરેક શેર પર ત્રણ રૂપિયાનું ડિવિડેન્ડ આપ્યું હતું.
આ પણ વાંચોઃ 35 પૈસાના સ્ટોકે બનાવ્યા કરોડપતિ, એક વર્ષમાં 2300% થી વધુ રિટર્ન
શેર બજારમાં કંપનીનું પ્રદર્શન
શુક્રવારે કંપનીના શેર બીએસઈમાં 0.27 ટકાના ઘટાડા સાથે 3445.85 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા ત્રણ મહિના દરમિયાન કંપનીના શેરમાં 70 ટકાથી વધુની તેજી જોવા મળી છે. તો છ મહિનાથી સ્ટોક હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 166 ટકાનું રિટર્ન આપ્યું છે.
છેલ્લા 1 વર્ષમાં કંપનીના શેરનો ભાવ 209 ટકા વધ્યો છે. મહત્વનું છે કે કંપનીનો 52 વીક હાઈ 3724 રૂપિયા છે અને કંપનીના શેરનું 52 વીકનું લો લેવલ 1030.60 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1791.84 કરોડ રૂપિયાનું છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)