BALENO કાર ખરીદી છે તો આ સમાચાર તમારા માટે છે જરૂરી, સમસ્યા થશે દૂર
કંપનીએ પોતાની વેબસાઇટ પર સ્પષ્ટતા કરી છે
મુંબઈ : મારુતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની પ્રીમિયમ હેચબેક કાર બલેનોની 3,757 એકમોની સર્વિસ માટે અભિયાન ચલાવ્યું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ કારને રિકોલ કરવામાં નથી આવી. આ દરમિયાન એન્ટિ લોક બ્રેકિંગ પ્રણાલી (એબીએસ) એસેમ્બલી એક્સક્યુટરનું નિરીક્ષણ કરવામાં આવશે તેમજ સોફ્ટવેરને અદ્યતન કરવામાં આવશે. કંપનીએ પોતાની વેબસાઇટ પર કહ્યું છે કે આ સર્વિસ અભિયાનમાં 6 ડિસેમ્બર, 2018થી 4 ફેબ્રુઆરી, 2019 વચ્ચે બનેલી બલેનો કારને આવરી લેવામાં આવશે.
કંપનીએ જણાવ્યું છે કે આ કારને પરત નથી મંગાવવામાં આવી કારણ કે એમાં કોઈ સુરક્ષા ખામી નથી. મારુતિએ કહ્યું છે કહ્યું છે કે વાહન કંપનીઓ દ્વારા વૈશ્વિક સ્તર પર સર્વિસ અભિયાન ચલાવીને ખામીની તપાસ કરવામાં આવશે જેથી ગ્રાહકોને કોઈ સમસ્યા નહીં નડે. એબીએસ એક હાઇડ્રોલિક ઉપકરણ છે જે કટોકટીભરી સ્થિતિમાં બ્રેકને નિયંત્રીત કરવામાં આવે છે.
મારુતિ સુઝુકીની બલેનો 2019માં નવી ગ્રિલ સાથે ડાયનેમિક 3ડી જાણકારી આપવામાં આવી છે જે લુકને વધારે બોલ્ડ બનાવે છે. આમાં 1.2 લીડરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 83bhpનો પાવર અને 115Nmનો ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિઅન્ટમાં 1.3 લીટરનું એન્જિન છે જે 74bhpનો પાવર અને 190Nmનો ટોર્ક જનરેટ કરે છે.