નવી દિલ્હી : બેંક એકાઉન્ટ પોર્ટેબલટીની યોજના હાલ પેટડીમાં જઇ શકે છે. જો કે સરકાર આધાર સાથે જોડાયેલા બેક એકાઉન્ટમાં આ સુવિધા આપવાનાં પક્ષમાં છે. જો કે ફ્રોડ અને વધતા એનપીએને જોતા બેંક આ યોજનામાંથી હાથ પાછળ ખેંચી રહી છે. સુત્રો અનુસાર અત્યાર સુધી કોઇ બેંકે તેમાં રસ નથી દેખાડ્યો. નાણામંત્રાલયની સાથે યોજાયેલી બેઠકમાં આરબીઆઇએ તે અંગેની માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગત્ત વર્ષે બેંક એકાઉન્ટ પોર્ટેબલિટીનાં મુદ્દે પ્રસ્તાવ આપ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBIનાં પ્રસ્તાવ અનુસાર ગ્રાહક પોતાનો ખાતા નંબર બદલ્યા વગર જ પોતાની બેંક બદલી શકે છે, જો કે હવે તેમાં કેટલીક સમસ્યાઓ થઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર આધાર સાથે જોડાયેલ બેંક ખાતાઓમાં પોર્ટેબિલિટીની સુવિધા આપવાનાં પક્ષે છે. જો કે અત્યાર સુધી બેંકો તરફથી કોઇ સકારાત્મક વલણ નથી જોવા મળી રહ્યું. સુત્રોનાં અનુસાર UIDAI અને NPCIને પણ તેનો વિકલ્પ શોધવા માટે કહી શકેછે. 

બેંકિંગ એશોસિએશન દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે વિરોધ
એક તરફ સરકાર આ યોજનાને અમલમાં લાવવા માટેની ઉતાવળ દેખાડી રહી છે. બીજી તરફ ઇન્ડિયન બેંકિંગ એસોસિએશન અને ટ્રેડ યૂનિયન્સ યોજનાનાં વિરોધમાં છે. બીજી તરફ બેંક પણ ખોર બેંકિંગ સિસ્ટમ અને પરિસ્થિતીનો હવાલો ટાંકીને તેમાંથી બચવાનો પ્રયાસ કરી રહી છે. બેંકર્સનું માનવું છે કે, ખાતાધારકોને મોટા પ્રમાણ અને ટેક્નોલોજીની સમસ્યા આ યોજનાની રાહમાં મોટી બાધા સમાન છે. 

શું છે પોર્ટેબલિટી યોજના ?
RBIના ડેપ્યુટી ગવર્નર એસ.એસ મુદ્રાએ ગત્ત વર્ષે એકાઉન્ટિંગ પોર્ટેબલિટીની યોજનાને લાગુ કરવા માટે બેંકોને કહ્યું હતું. તેનાં કારણે બેંક ગ્રાહકો પોતાનો એકાઉન્ટ નંબર બદલ્યા વગર જ બેંક બદલી શકતો હતો. આ નિર્ણયનાં કારણે બેંકોમાં પ્રતિસ્પર્ધા અને ગ્રાહકોનાં હિતોને જોતા પણ આ નિર્ણય ખુબ જ હેલ્ધી હતો. ાલ દેશમાં આશરે 80 કરોડ બેંક એકાઉન્ટ્સ છે. વડાપ્રધાન જનધન યોજના 2015થી બેંક એકાઉન્ટમાં અચાનક વધારો નોંધાયો છે.