Selfie Authentication Fraud: મોબાઈલથી ફોટોગ્રાફી કરવી એ એક ફેશન બની ગઈ છે.  દરેક વ્યક્તિ પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. સાયબર ગુનેગારો હવે સેલ્ફીનો ઉપયોગ કરીને તમારી વ્યક્તિગત અને બેંક ખાતાની માહિતી ચોરી શકે છે. આ પછી તમારું બેંક એકાઉન્ટ સાયબર એટેક દ્વારા ખાલી થઈ શકે છે. સેલ્ફી ફ્રોડ એ સાયબર હેકર્સ માટે એક નવો હથકંડો છે. તેથી તમારે સાવચેત રહેવાની જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેલ્ફી ઓથેન્ટિકેશન અને સાયબર ફ્રોડ-
તમે જોયું જ હશે કે ઘણી એપ્સ અને વેબસાઇટ્સમાં તમને તમારી ઓળખ સાબિત કરવા માટે સેલ્ફી લેવાનું કહેવામાં આવે છે. આને સેલ્ફી ઓથેન્ટિકેશન કહેવામાં આવે છે. આ એક એવી ટેક્નોલોજી છે જેનો ઉપયોગ એ તપાસવા માટે થાય છે કે તમે તે વ્યક્તિ છો જેનો તમે દાવો કરો છો. મોટાભાગની બેંકો અથવા ફિનટેક કંપનીઓ સેલ્ફી દ્વારા લોકોની ચકાસણી કરે છે. પરંતુ આ ટેક્નોલોજીનો ઉપયોગ સાયબર ગુનેગારો ઉઠાવી રહ્યાં છે.


સેલ્ફી કેવી રીતે છેતરપિંડીનું બની શકે છે કારણ?
ફિશિંગ એટેક: સાયબર ગુનેગારો તમને ફિશિંગ ઈમેલ અથવા SMS મોકલે છે અને તમને લિંક પર ક્લિક કરવાનું કહે છે. જ્યારે તમે તે લિંક પર ક્લિક કરો છો ત્યારે તમે નકલી વેબસાઇટ પર જાઓ છે જ્યાં તમને તમારી સેલ્ફી લેવા અને અપલોડ કરવાનું કહેવામાં આવે છે. આ રીતે તમારી સેલ્ફીનો દુરુપયોગ થઈ શકે છે.


માલવેર: સાયબર ગુનેગારો તમારા ફોનમાં માલવેર ઇન્સ્ટોલ કરી દેશે, જેના કારણે તેઓ તમારા ફોનના કેમેરા પર નિયંત્રણ મેળવી લે છે. આ રીતે તેઓ તમારી જાણ વગર તમારી સેલ્ફી લઈ શકે છે અને તેનો દુરુપયોગ કરી શકે છે.


સોશિયલ મીડિયા અને ડીપફેક: સાયબર હેકર્સ તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી તમારા ફોટા ચોરી શકે છે અને ડીપફેક માટે તેનો ઉપયોગ કરી શકે છે. ડીપફેક એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી કોપી કરવી. આમાં કોઈના ફોટામાંથી નકલી ફોટા અને વીડિયો બનાવવાનો સમાવેશ થાય છે. આમાં અવાજની નકલ પણ થાય છે.


સેલ્ફી દ્વારા સાયબર છેતરપિંડી-
બેંક છેતરપિંડી: સાયબર ગુનેગારો તમારી સેલ્ફીનો ઉપયોગ કરી તમારા બેંક ખાતા સુધીની પહોંચ બનાવી શકે છે.


લોન લઈ છે : સાયબર હેકર્સ તમારી સેલ્ફીનો ઉપયોગ કરીને તમારા નામે લોન લઈ શકે છે.


સિમ કાર્ડનું ક્લોનિંગ: તમારી સેલ્ફીનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો તમારા સિમ કાર્ડને ક્લોન કરી શકે છે અને તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત તમામ OTP મેળવી શકે છે.


કઈ રીતે આ સ્કેમથી બચી શકશો-
કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
તમારા બધા એકાઉન્ટ્સ માટે મજબૂત અને યુનિક પાસવર્ડ્સનો ઉપયોગ કરો.
સિક્યોરિટી વધારવા માટે હંમેશાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો (Two-Factor Authentication)  ઉપયોગ કરો.
તમારા ફોનના સોફ્ટવેરને હંમેશા અપડેટ રાખો.
તમે સારા એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને તમારા ફોનને માલવેરથી સુરક્ષિત કરી શકો છો.
સોશિયલ મીડિયા પર સાવચેત રહો અને સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો.
જો તમને લાગે કે તમારી સાથે સાયબર છેતરપિંડી થઈ છે તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો. તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને તમારી અંગત માહિતી કોઈને ન જણાવવી જોઈએ.