ઝી બ્યૂરો, અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટમાં આપેલી માહિતી મુજબ એપ્રીલમાં રામ-નવમી (Ram Navmi), ગુડ ફ્રાઈડે (Good Friday), બિહુ (Bihu), બાબુ જગજીવન રામના જન્મ દિવસ જેવા કેટલાક તહેવારોનો સમાવેશ થાય છે. એપ્રિલ મહિનાના પહેલાં અઢવાડિયામાં માત્ર 3 દિવસ કામ થશે. પહેલી અને બીજી એપ્રિલે બેંકમાં કામકાજ નહીં થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mobile માં નેટવર્ક હોવા છતાં નથી મળતી 4G સ્પીડ, માત્રા આટલું કરો રોકેટ જેવી થઈ જશે નેટની સ્પીડ


એપ્રિલ 2021 Bank Holidays List
- 01 એપ્રિલે બેંકોના વાર્ષીક હિસાબનું ક્લોઝિંગ હોવાથી સરકારી અને ખાનગી બેંક બંધ રહેશે


- 02 એપ્રિલે ગુડ ફ્રાઈડે હોવાથી કેટલાક રાજ્યોની બેંક બંધ રહેશે


-05 એપ્રિલે બાબુ જગજીવન રામના જન્મ દિવસ પર હૈદરાબાદમાં બેંક બંધ રહેશે


- 06 એપ્રિલે તમિલનાડુમાં વિધાનસભા 2021ની ચૂંટણી હોવાથી ચેન્નાઈમાં ખાનગી અને સરકારી બેંકો રહેશે બંધ


- 13 એપ્રિલે ગુડી પડવાનો તહેવાર હોવાથી બેંક રહેશે બંધ


- 14 એપ્રિલે ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી/તમીલ ન્યુ યર ડે/ વીશુ/ ચિરોબા/ બોહાગ બિહુના તહેવારના કારણે કેટલાક રાજ્યોમાં બેંક બંધ રહેશે.


- 15 એપ્રિલે હિમાચલ દિવસ, બંગાળી ન્યુ યર ડે, બોહાગ બિહુ, સરહુલના તહેવારને લઈને અગરતલાસ ગુવાહાટી, કોલકાતા, રાંચી અને શીમલાની બેંક બંધ રહેશે.


- 16  એપ્રિલે બોહાગ બિહુના તહેવાર પર ગુવાહાટીમાં બેંક બંધ રહેશે.


- 21 એપ્રિલે રામ નવમી અને ગરીયા પુજાના તહેવાર પર અગરતલા, અમદાવાદ, બોલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, દેહરાદુન,ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, પટના, રાંચી અને શીમલામાં બેંકનું કામકાજ નહીં થાય.


- રવિવારના દિવસ સિવાય બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. 4, 11, 18 અને 25 એપ્રીલે રવિવાર છે જ્યારે 10 અને 24 એપ્રિલે બીજો અને ચોથો શનિવાર આવે છે જેથ બેંકમાં રજા રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube