નવી દિલ્હી: બેન્ક કર્મચારીઓના ઘણા યૂનિયનોએ આઠ જાન્યુઆરીના રોજ દસ કેન્દ્રીય ટ્રેડ યૂનિયનો દ્વારા આહૂત દેશવ્યાપી હડતાળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ એવું સમજવામાં આવી રહ્યું છે કે બુધવારે બેન્કોના કામકાજ પર અસર પડી શકે છે. ટ્રેડ યૂનિયનોએ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓને શ્રમિક વિરોધી ગણાવતાં ભારત બંધનું આહવાન કર્યું છે. હવે બેંકોના કર્મચારીઓ તથા અધિકારીઓ આ હડતાળમાં સામેલ થતાં બેન્કીંગ સેવાઓ પર અસર પડવાની આશંકા છે. બેન્ક યૂનિયનોના કર્મચારીઓ પાસે ચાવી એક્સેપ્ટ ન કરવાનો આગ્રહ કર્યો છે. તેનાથી બની શકે કે ઘણી શાખાઓ બંધ રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સેવાઓ પર પડે શકે છે અસર
બેન્કકર્મીઓની આ પ્રસ્તાવિત હડતાળથી સૌથી વધુ અસર ATM સેવાઓ પર પડી શકે છે. એટલા માટે સારું રહેશે કે તમે આજકાલમાં જરૂરી કેશ ઉપાડીને પોતાની પાસે રાખી લો. બેન્કોની હડતાળથી ચેક ક્લિયરન્સમાં પણ મોડું થઇ શકે છે. બીજી તરફ આ અઠવાડિયામાં બીજો શનિવારે બેન્ક બંધ રહેશે. એવામાં લોકોને ચેક ક્લિયર હોવાના લીધે વધુ રાહ જોવી પડી શકે છે. જોકે 16 ડિસેમ્બરથી NEFT ના 24x7 કર્યા બાદ પૈસા ઓનલાઇન ટ્રાન્સફર પર કોઇ ખાસ અસર પડવાની આશા નથી.   


Bank of Baroda ને સેવાઓ પ્રભાવિત થવાની આશંકા
સરકારી ક્ષેત્રના બેન્ક ઓફ બરોડાને લાગે છે કે જો આ હડતાળ થઇ તો તેની સેવાઓ પ્રભાવિત થઇ શકે છે. તેણે શેર બજારોની સમક્ષ પોતાની ફાઇલિંગમાં કહ્યું છે કે તે હડતાળના દિવસે સુચારું રીતે સેવાઓ આપવા માટે પગલું ભર્યું છે, તેમછતાં જો હડતાળ થાય છે તો તેની સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઇ શકે છે. Bank of Maharashtra અને Syndicate Bank એ પણ કમોબેશ આ વાત કહી છે. જોકે દેશની સૌથી મોટી બેન્ક SBI નું માનવું છે કે આ હડતાળથી બેન્કની સર્વિસીસ પર મોટી અસર પડી શએક છે. આ પહેલાં વિભિન્ન શ્રમ સંગઠનોના પ્રતિનિધિઓએ ગુરૂવારે શ્રમ મંત્રી સંતોષ ગંગવાર સાથે વાતચીત કરી હતી પરંતુ તેમની માંગોને લઇને કોઇ સમાધાન નિકળી શક્યું નથી.