આજે જ પતાવી દો બેંકના જરૂરી કામ, બે દિવસ કર્મચારીઓ ઉતરશે હડતાળ પર
બેંક સંબંધિત કોઇ જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી દો. આજે બેંક ખુલ્યા બાદ બે દિવસ મંગળવાર અને બુધવારે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારી હડતાળ પર રહેશે. તેનાથી કરોડો-અરબો રૂપિયાની લેણદેણને અસર પડી શકે છે. જોકે હડતાળ દરમિયાન પ્રાઇવેટ બેંકોમાં કામકાજ ચાલુ રહેશે.
ગુડગાવ: બેંક સંબંધિત કોઇ જરૂરી કામ છે તો તેને આજે જ પતાવી દો. આજે બેંક ખુલ્યા બાદ બે દિવસ મંગળવાર અને બુધવારે સાર્વજનિક ક્ષેત્રની બેંકોના કર્મચારી હડતાળ પર રહેશે. તેનાથી કરોડો-અરબો રૂપિયાની લેણદેણને અસર પડી શકે છે. જોકે હડતાળ દરમિયાન પ્રાઇવેટ બેંકોમાં કામકાજ ચાલુ રહેશે.
નવા વર્ષમાં પહેલીવાર મોંઘુ બન્યું પેટ્રોલ-ડીઝલ, આવતીકાલે ફરી વધશે ભાવ
યૂનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (યૂએફબીયૂ)નું કહેવું છે કે વિજયા બેંક અને દેના બેંકના બેંક ઓફ બરોડામાં પ્રસ્તાવિત વિલયની વિરૂદ્ધ સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની બેંકોના કર્મચારીઓએ હડતાળનું આહવાન કર્યું છે. આ પહેલાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોના અધિકારીઓના યૂનિયને આ માંગો અને પગારને લઇને ચાલી રહેલી વાતચીત જલદી પુરી કરવાની માંગને લઇને હડતાળ કરી હતી. હવે કેંદ્રીય ટ્રેડ યૂનિયનોએ આખા દેશમાં હડતાળની જાહેરાત કરી છે.
આજથી પેટ્રોલ પંપ મળશે આ જરૂરી સુવિધા, ટોલ પ્લાઝાની લાંબી લાઇનોમાં ઉભા નહી રહેવું પડે
બેંક કર્મચારી 8 અને 9 જાન્યુઆરીના રોજ હડતાળ પર રહેશે. શહેરમાં 1,306 એટીએમ તથા લગભગ 900 બેંકોની શાખાઓ છે. તેમાંથી લગભગ 500 બ્રાંચ સાર્વજનિક ક્ષેત્રની બેંકોની છે. ઈન્ડિયન બેંક યૂનિયનના નેતા અશોક ગુપ્તાએ જણાવ્યું કે ઓલ ઈન્ડિયા બેંક એંપ્લોઈઝ એસોસિએશને ટ્રેડ યૂનિયનોની સાથે બે દિવસ સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. હડતાળની સૂચના બેંકકર્મીઓને આપી દીધી છે. હડતાળમાં એલઆઇસી તથા અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારી પણ સામેલ રહેશે. લીડ બેંક મેનેજર આર.સી.નાયકે જણાવ્યું કે હાલ હડતાળ સંબંધિત તેમની પાસે રવિવારે સાંજ સુધી સૂચના ન હતી.