નવી દિલ્હીઃ એક સપ્તાહમાં સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે. ત્યારબાદ વર્ષનો દસમો મહિનો ઓક્ટોબર શરૂ થઈ જશે. તેવામાં તમારે તે જરૂર જાણી લેવું જોઈએ કે ઓક્ટોબર મહિનામાં કયા-કયા દિવસે બેન્ક બંધ રહેશે? આમ તો આજના સમયમાં ઘણી બેન્કિંગ સર્વિસ ઓનલાઇન કે પછી ડિજિટલ માધ્યમથી થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય તમારે ઘણા કામો માટે બેન્ક જવુ પડે છે. તેવામાં તમારે જરૂર ચેક કરવુ જોઈએ કે ઓક્ટોબરમાં કયા દિવસે તમે બેન્ક સેવાનો લાભ લઈ શકશો નહીં. આ સિવાય બેન્ક રજાના દિવસે તમે કઈ બેન્ક સર્વિસનો લાભ ઉઠાવી શકો છો. 


આ પણ વાંચોઃ ઓપન થતાં પહેલા ધમાલ, પ્રાઇઝ બેન્ડ 68 રૂપિયા, 29 સપ્ટેમ્બરે ઓપન થશે આ કંપનીનો IPO


ઓક્ટોબરની ફેસ્ટિવ લિસ્ટ
ઓક્ટોબરમાં ઘણા પ્રકારના તહેવાર છે. આ કારણે બેન્કમાં રજાઓનું લિસ્ટ લાંબુ છે. દેશની કેન્દ્રીય બેન્ક એટલે કે ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબર મહિનામાં બેન્ક રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ મહિને લગભગ 16 દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં રવિવારની રજાઓ સામેલ છે. જો તમે પણ બેન્ક જઈ કોઈ કામ કરવા ઈચ્છો છો તો આ રજાઓનું લિસ્ટ ચેક કરી શકો છો. 


ઓક્ટોબરમાં રજાઓનું લિસ્ટ
 


તારીખ કારણ સ્થાન
1 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
2 ઓક્ટોબર 2023 મહાત્મા ગાંધી જયંતિ સર્વત્ર
8 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
14 ઓક્ટોબર 2023 મહાલય કોલકાતા
15 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
18 ઓક્ટોબર 2023 કટિ બિહુ ગુવાહાટી
21 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (સપ્તમી) અગરતલા, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતા
22 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
23 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (નવમી) અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમ
24 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (દશમી) સર્વત્ર
25 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા ગંગટોક
26 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (દસૈન) ગંગટોક, જમ્મુ, શ્રીનગર
27 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (દસૈન) ગંગટોક
28 ઓક્ટોબર 2023 લક્ષ્મી પૂજા કોલકાતા
29 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
31 ઓક્ટોબર 2023 સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ  અમદાવાદ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube