Bank Holidays December 2024: આ મહિને 17 દિવસ બેંક રહેશે બંધ, અહીં જુઓ લિસ્ટ
Bank Holidays December 2024: નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. દર મહિને અમુક દિવસો એવા હોય છે જ્યારે બેંકની રજાઓ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં લગભગ 17 દિવસ બેંકો બંધ રહેશે.
Bank Holidays December 2024: નવેમ્બર મહિનો પૂરો થઈ ગયો છે અને આ વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. દર મહિને અમુક દિવસો એવા હોય છે જ્યારે બેંકની રજાઓ હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં લગભગ 17 દિવસ બેંકો બંધ રહેશે. આમાં જાહેર રજાઓ, પ્રાદેશિક રજાઓ અને અઠવાડિયાની રજાઓનો સમાવેશ થાય છે. જો કે, આ દિવસોમાં બેંકો બંધ રહેશે, તેમ છતાં લોકો નેટ બેંકિંગ, એટીએમ, મોબાઇલ એપ્લિકેશન અને બેંક વેબસાઇટ્સનો ઉપયોગ કરી શકશે.
ડિસેમ્બરમાં બેન્ક રજાઓનું લિસ્ટ
- 3 ડિસેમ્બર, મંગળવારે પણજીમાં Feast of St. Francis Xavier પર બેંક બંધ રહેશે.
- 12 ડિસેમ્બર, ગુરૂવારે શિલોન્ગમાં Pa-Togan Nengminja Sangma પર બેંક બંધ રહેશે.
- 18 ડિસેમ્બર, બુધવારે શિલોન્ગમાં U SoSo Tham ની પુણ્ય તિથિ પર બેંક બંધ રહેશે.
- 19 ડિસેમ્બર, ગુરૂવારે પણજીમાં Goa Liberation Day પર બેંક બંધ રહેશે.
- 24 ડિસેમ્બર, મંગળવારે આઇઝોલ, કોહિમા અને શિલોન્ગમાં Christmas Eve પર બેંક બંધ રહેશે.
- 25 ડિસેમ્બર, બુધવારે દેશભરમાં Christmas ની જાહેર રજાને કારણે બેંક બંધ રહેશે.
- ક્રિસમસ સેલિબ્રેશન નિમિત્તે આઈઝોલ, કોહિમા અને શિલોંગમાં 26મી ડિસેમ્બરને ગુરુવારે બેંકો બંધ રહેશે.
- 27 ડિસેમ્બર, શુક્રવારે કોહિમામાં Christmas Celebration પર બેંક બંધ રહેશે.
30 ડિસેમ્બર, સોમવારે શિલોન્ગમાં U Kiang Nangbah પર બેંક બંધ રહેશે.
- 31 ડિસેમ્બર, મંગળવારે New Year’s Eve પર આઇઝોલ અને ગંગટોકમાં બેંક બંધ રહેશે.
આ સિવાય બધા રવિવારની સાથે-સાથે બીજા અને ચોથા શનિવારે દેશભરમાં બેંક બંધ રહેશે.
પાછલા મહિને પણ 13 દિવસ બેંક રહી હતી બંધ
ગયા મહિને એટલે કે નવેમ્બરમાં બેંકો 13 દિવસ માટે બંધ રહી હતી. આ રજાઓમાં દિવાળી, છઠ પૂજા, ગુરુ નાનક જયંતિ અને સપ્તાહની રજાનો સમાવેશ થાય છે. આટલું જ નહીં નવેમ્બર મહિનામાં જ વિધાનસભાની સામાન્ય ચૂંટણી હતી, જેના કારણે કેટલીક જગ્યાએ બેંકો બંધ રહી હતી.