નવી દિલ્હી: Bank Holidays in February 2022: વર્ષ 2022 નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી આવવાનો છે. આ સાથે જ આરબીઆઈએ ફેબ્રુઆરી (Bank Holidays in February) મહિનાની બેંક રજાઓની યાદી પણ જાહેર કરી છે. આ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. જો કે, તમને જણાવી દઈએ કે આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. ફેબ્રુઆરી મહિનામાં, વસંત પંચમી, ગુરુ રવિદાસ જયંતિ જેવા પ્રસંગોએ દેશભરમાં એક સાથે રજાઓ રહેશે. પરંતુ, ફેબ્રુઆરી મહિનામાં દેશમાં દરેક જગ્યાએ બેંકો 12 દિવસ બંધ રહેવાની નથી. ચાલો સંપૂર્ણ યાદી જોઈએ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

The Kapil Sharma Show: કપિલથી માંડીને ભારત સુધી, એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી ફી


12 દિવસ રહેશે બેંકમાં રજા
દેશના અલગ-અલગ રાજ્યોમાં બેંકમાં અલગ-અલગ દિવસે રજાઓ હોય છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં દેશભરમાં કેટલીક રજાઓ/તહેવારો એક સાથે આવી રહ્યા છે. તો બીજી તરફ ત્યાં ઘણી રજાઓ છે જે ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સાથે સંબંધિત છે. તેથી, દરેક રાજ્યમાં બેંક હોલીડે અલગ અલગ હોઈ શકે છે. એવામાં, જો તમારે પણ બેંક સાથે સંબંધિત કોઈ કામ કરવું હોય, તો તમારે પહેલા રજાઓની યાદી જરૂર ચેક કરી લો. તો બીજી તરફ, આ મહિનામાં એટલે કે જાન્યુઆરીના આ છેલ્લા અઠવાડિયામાં પણ, બુધવારે એટલે કે 26 જાન્યુઆરીએ બેંકો બંધ રહેશે.
 
જુઓ રજાઓની યાદી


તારીખ                          રજા 
2 ફેબ્રુઆરી :          સોનામ લોચર (ગંગટોકમાં બેંકો બંધ)
5 ફેબ્રુઆરી:           સરસ્વતી પૂજા/શ્રી પંચમી/વસંત પંચમી (અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંકો બંધ)
6 ફેબ્રુઆરી:           રવિવાર
12 ફેબ્રુઆરી:          મહિનાનો બીજો શનિવાર
13 ફેબ્રુઆરી:          રવિવાર
15 ફેબ્રુઆરી:          મોહમ્મદ હઝરત અલી જન્મદિવસ/લુઈસ-નાગાઈ-ની (ઈમ્ફાલ, કાનપુર, લખનઉમાં બેંકો બંધ)
16 ફેબ્રુઆરી:          ગુરુ રવિદાસ જયંતિ (ચંદીગઢમાં બેંકો બંધ)
18 ફેબ્રુઆરી:          ડોલજાત્રા (કોલકત્તામાં બેંકો બંધ)
19 ફેબ્રુઆરી:          છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંકો બંધ)
20 ફેબ્રુઆરી:           રવિવાર
26 ફેબ્રુઆરી:           મહિનાનો ચોથો શનિવાર
27 ફેબ્રુઆરી:           રવિવાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube