Bank Holidays: જૂનમાં 10 દિવસ બેન્ક રહેશે બંધ, 11 દિવસ શેર બજારમાં રજા, ચેક કરો લિસ્ટ
જૂનમાં બેન્કોની રજાઓની યાદી આવી ગઈ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આ રજાઓની જાહેરાત કરવામાં આવે છે. આ સિવાય બીજા-ચોથા શનિવાર અને દર રરિવારે બેન્ક બંધ રહે છે.
Bank Holiday in June: જૂન મહિનામાં બેન્કની રજાઓનું લિસ્ટ આવી ગયું છે. દરેક નાણાકીય વર્ષ પહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી રજાનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. આરબીઆઈ તરફથી જારી લિસ્ટ પ્રમાણે જૂનમાં બેન્કોમાં લાંબી રજાઓ રહેવાની છે. બેન્ક 10 દિવસ બંધ રહેશે. પરંતુ રાજ્યો અને શહેરો પ્રમાણે આ રજાઓ હોય છે. તેવામાં જો તમારે જૂનમાં બેન્ક સાથે જોડાયેલા કોઈ કામ હોય તો રજાઓનું લિસ્ટ ચેક કરી લેવું.
જૂનમાં ક્યારે-ક્યારે બેન્ક રહેશે બંધ
જૂન 2021માં 10 દિવસ બેન્કોનું કામકાજ થશે નહીં. 3 દિવસ બેન્કોમાં જાહેર રજાઓ સિવાય 5 રવિવાર અને 2 શનિવાર પણ બેન્ક બંધ રહેશે. આ સિવાય જૂનમાં બકરીદ/ઈદ-ઉલ-અઝહા, રજ સંક્રાંતિ પર બેન્ક બંધ રહેશે. આ સિવાય 18 જૂને જમ્મુ-કાશ્મીરમાં બેન્ક બંધ રહેશે. બેન્કોની રજા દરમિયાન તમે ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને ATM દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકો છો.
આ પણ વાંચોઃ ₹117 થી તૂટી 9 રૂપિયા પર આવી ગયો આ શેર, રોકાણકારો કંગાળ, સર્વેલન્સ હેઠળ શેર
ક્યારે-ક્યારે બેન્ક રહેશે બંધ
2 જૂન: રવિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
8 જૂન: બીજા શનિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
9 જૂન: રવિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
15 જૂન: રાજા સંક્રાંતિના અવસર પર આઈઝોલ અને ભુવનેશ્વરમાં બેંકો બંધ રહેશે.
16 જૂન: રવિવારે દેશભરની બેંકો બંધ રહેશે.
17 જૂન: બકરીદ/ઈદ-અઝહાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
18 જૂન: જમ્મુ અને કાશ્મીરની બેંકો બકરીદ/ઈદ-અઝહાને કારણે બંધ રહેશે.
22 જૂન: ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
23 જૂન: રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
30 જૂન: રવિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
શેર બજાર ક્યારે રહેશે બંધ
જૂન મહિનામાં 11 દિવસ શેર બજાર બંધ રહેશે. જૂન 2024માં શેર બજારમાં 11 દિવસ કારોબાર થશે નહીં. 10 દિવસ શનિવાર-રવિવાર સિવાય 17 મેએ બકરીદના દિવસે શેર બજાર બંધ રહેશે.