Bank Holidays 2023: આજથી માર્ચ મહિનો શરૂ થઇ ગયો છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તેને તરત જ પૂર્ણ કરો. માર્ચમાં બેંકો 12 દિવસ બંધ રહેશે (Bank Holidays March 2023). આવી સ્થિતિમાં તમારું મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. હોળી (Holi 2023) સહિતના ઘણા તહેવારો માર્ચમાં ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં રવિવાર અને બીજા-ચોથા શનિવાર સહિત કુલ 6 સાપ્તાહિક રજાઓ (Bank Holiday)નો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Garlic: આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, હોસ્પિટલના ધક્કા ખાવા પડશે
આ પણ વાંચો:  હોળીના 3 દિવસ બાદ જોરદાર ઉજવણી કરશે આ રાશિના લોકો, રાતોરાત બની જશે કરોડપતિ
આ પણ વાંચો:  ભૂખ નહીં લાગવા પર તમને થઈ શકે છે ગંભીર પ્રકારના રોગ, આ બાબતોની રાખવી પડશે તકેદારી


બેંકો મહિનાના પહેલાં અને ત્રીજા શનિવારે કામ કરવાનું ચાલુ રાખે છે. બેંકોમાં બીજા અને ચોથા શનિવારે રજા (Bank Holiday) હોય છે. માર્ચમાં હોળી અને શ્રી રામ નવમી સહિત અનેક રજાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, તમારે તમારા બેંક સંબંધિત કાર્યને વિલંબ કર્યા વિના શક્ય તેટલું જલ્દી પૂર્ણ કરવું જોઈએ. અહીં અમે તમને માર્ચ મહિનામાં બેંક રજાઓ વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ. ચોક્કસ રાજ્યની પ્રાદેશિક રજાઓના આધારે તમામ જાહેર રજાઓના દિવસે પણ બેંકો બંધ રહી શકે છે. આવી પ્રાદેશિક રજાઓ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવે છે અને RBIની સત્તાવાર વેબસાઇટ પર તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.


આ પણ વાંચો: આ શોપિંગ વેબસાઇટ પર છપ્પરફાડ ડિસ્કાઉન્ટ, હોળી પહેલાં તૂટી પડ્યા ગ્રાહકો
આ પણ વાંચો: Top SUVs: 10 લાખથી ઓછી કિંમતમાં ઘરે લઇ આવો SUV કાર, જુઓ લિસ્ટ
આ પણ વાંચો: તમે કેટલા પર ચલાવો છો પંખો, સ્પીડ ઓછી હશે બિલ ઓછું આવશે, જાણો સચ્ચાઇ


માર્ચ 2023 માં આ તારીખો પર બેંકો રહેશે બંધ 


3 માર્ચ (શુક્રવાર) - ચાપચાર કુટ - મિઝોરમમાં બેંકો બંધ રહેશે
5 માર્ચ - રવિવારે બેંકો બંધ રહેશે
7 માર્ચ (મંગળવાર) - હોળી / હોલિકા દહન / ધુળેડી / ડોલ જાત્રા - મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, શ્રીનગર, ગોવા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ, શ્રીનગર, તેલંગાણા અને ઝારખંડમાં બેંકો બંધ છે.
8 માર્ચ (બુધવાર) - હોળી / 2જો દિવસ - ધુળેટી / યાઓસાંગ બીજો દિવસ: ત્રિપુરા, ગુજરાત, મિઝોરમ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, ચંદીગઢ, ઉત્તરાખંડ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશમાં બેંકો બંધ રહેશે
9 માર્ચ - ગુરુવાર - (હોળી) - બિહારમાં બેંકો બંધ રહેશે.
માર્ચ 11 - મહિનાનો બીજો શનિવાર
12 માર્ચ - રવિવાર
માર્ચ 19 - રવિવાર
22 માર્ચ - (બુધવાર) - ગુડી પડવો / ઉગાડી તહેવાર / બિહાર દિવસ / સાજીબુ નોંગમાપનબા (ચેરોઓબા) / તેલુગુ નવા વર્ષનો પ્રથમ દિવસ / પ્રથમ નવરાત્રી - મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, મણિપુર, જમ્મુ, ગોવા સહિત બિહાર અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
25 માર્ચ - ચોથો રવિવાર
26 માર્ચ - રવિવાર
30 માર્ચ - શ્રી રામ નવમી


નેટ બેન્કિંગ સાથે કામ કરી શકશે
બેંકોમાં રજાઓ હોઈ શકે છે, પરંતુ નેટ અને મોબાઈલ બેંકિંગ દ્વારા તમે તમારું કામ ઘરે બેસીને કરી શકશો. બેંકોમાં આ સુવિધાઓ 24 કલાક ચાલુ રહેશે. જોકે, એટીએમમાં ​​રોકડની અછત હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે રજાઓ પહેલાં રોકડ ઉપાડી શકો છો.


આ પણ વાંચો: આવો હશે Gadar 2 નો Climax સીન, મનીષ વાધવાએ ખોલી દીધું સસ્પેંસ
આ પણ વાંચો:
 ઝીનત અમાન સાથે રેપ સીન કરતા બોલિવુડના વિલનની થઈ ગઈ આવી હાલત, દૂરની થતી હતી બહેન
આ પણ વાંચો: ગુજરાતની સોફિયા અન્સારીએ બોલ્ડનેસની તમામ હદો કરી પાર, પોઝ જોઇ પરસેવો છૂટી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube