Bank Holidays in October: બેંકનું કામકાજ હોય તો ફટાફટ પતાવી લો, આ મહિને 21 દિવસ બંધ રહેશે બેંક, જુઓ યાદી
Bank Holidays in October 2022: જો તમારે બેંક સંલગ્ન કોઈ જરૂરી કામ હોય તો તમે જલદી પતાવી લેજો. આ સાથે જ ઓક્ટોબર મહિનામાં કોઈ પણ દિવસે જો બેંકનું કામ હોય તો એકવાર રજાની યાદી ખાસ ચેક કરી લેજો. કારણ કે આ મહિનામાં કુલ 21 દિવસ બેંકો બંધ રહેવાની છે. રજાઓની યાદી ખાસ જોઈ લો.
દેશમાં તહેવારોની સીઝન ચાલુ છે. દશેરા નજીક છે અને લોકો દીવાળીની તૈયારીમાં લાગી ગયા છે. ઘરોની સફાઈ અને કલરકામ ચાલુ થઈ ગયું છે. તહેવારોની સીઝન આવે છે ત્યારે સાથે સાથે રજાઓ પણ અઢળક આવે છે. તહેવારોના કારણે આ મહિને ઓક્ટોબરમાં રજાઓ પણ ઘણી છે. જો તમારે બેંક સંલગ્ન કોઈ જરૂરી કામ હોય તો તમે જલદી પતાવી લેજો. આ સાથે જ ઓક્ટોબર મહિનામાં કોઈ પણ દિવસે જો બેંકનું કામ હોય તો એકવાર રજાની યાદી ખાસ ચેક કરી લેજો. કારણ કે આ મહિનામાં કુલ 21 દિવસ બેંકો બંધ રહેવાની છે.
ઓક્ટોબરમાં નવરાત્રિ અને દીવાળી
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં સતત 9 દિવસ બેંક હોલિડે છે અને સમગ્ર મહિનામાં કુલ 21 દિવસ બેંકમાં કામકાજ થવાનું નથી. આરબીઆઈની ઓક્ટોબર હોલીડેનું કેલેન્ડર જોઈએ તો આ મહિને નવરાત્રિ, દુર્ગાપૂજા, દશેરા, દીવાળી અને ઈદ સહિત અનેક તહેવારોના કારણે રજાઓ આવી રહી છે. રાજ્યો પ્રમાણે બેંકની રજાઓ પણ અલગ અલગ હોય છે.
બેંકિંગ રજાઓ વિભિન્ન રાજ્યોમાં ઉજવાતા તહેવારો પર નિર્ભર હોય છે. તહેવારોની સીઝનમાં બેંકોની શાખાઓ ભલે બંધ હોય પરંતુ આ દરમિયાન તમે બેંક સંબંધિત કેટલાક કામ ઓનલાઈન કરી શકો છો. આ સુવિધાઓ ચાલુ હોય છે. જો કે એ વાતનું પણ ધ્યાન રાખવું કે બેંક મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે ખુલ્લી હોય છે જ્યારે બીજા અને ચોથા શનિવારે બંધ હોય છે.
ઓક્ટોબરની રજાઓની યાદી
તારીખ | કારણ | જગ્યા |
1 ઓક્ટોબર | અર્ધવાર્ષિક, ક્લોઝિંગ | સિક્કિમ |
2 ઓક્ટોબર | ગાંધી જયંતી, રવિવાર | સમગ્ર દેશમાં |
3 ઓક્ટોબર | દુર્ગા પૂજા (મહાઅષ્ટમી) |
સિક્કિમ, ત્રિપુરા, પ.બંગાળ, બિહાર, ઝારખંડ, મેઘાલય, કેરળ, બિહાર, મણિપુર |
4 ઓક્ટોબર | દશેરા (દુર્ગા પૂજા) |
કર્ણાટક, ઓડિશા, સિકિકમ, કેરળ, બંગાળ, યુપી, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને મેઘાલય |
5 ઓક્ટોબર | દુર્ગા પૂજા/દશેરા (વિજયાદશમી) |
મણિપુરને બાદ કરતા સમગ્ર ભારતમાં |
6 ઓક્ટોબર | દુર્ગાપૂજા | ગંગટોક |
7 ઓક્ટોબર | દુર્ગા પૂજા | ગંગટોક |
8 ઓક્ટોબર | બીજો શનિવાર | સમગ્ર દેશમાં |
9 ઓક્ટોબર | રવિવાર | સમગ્ર દેશમાં |
13 ઓક્ટોબર | કરવા ચોથ | શિમલા |
14 ઓક્ટોબર | ઈદ એ મિલાદ ઉન નબી | જમ્મુ અને કાશ્મીર |
16 ઓક્ટોબર | રવિવાર | સમગ્ર દેશમાં |
18 ઓક્ટોબર | કટિ બિહુ | અસમ |
22 ઓક્ટોબર | ચોથો શનિવાર | સમગ્ર દેશમાં |
23 ઓક્ટોબર | રવિવાર | સમગ્ર દેશમાં |
24 ઓક્ટોબર | કાલી પૂજા, દીવાળી, લક્ષ્મી પૂજન |
ગંગટોક, હૈદરાબાદ, ઈમ્ફાલને બાદ કરતા તમામ જગ્યાએ |
25 ઓક્ટોબર | લક્ષ્મી પૂજા, દીવાળી, ગોવર્ધન પૂજા |
ગંગટોક, હૈદરાબાદ, ઈમ્ફાલ અને જયપુર |
26 ઓક્ટોબર | ગોવર્ધન પૂજા, બેસતું વર્ષ |
અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દહેરાદૂન, ગંગટોક, જમ્મુ, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, શિમલા અને શ્રીનગર |
27 ઓક્ટોબર | ભાઈબીજ |
ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર અને લખનઉ |
30 ઓક્ટોબર | રવિવાર | સમગ્ર દેશમાં |
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube