નવી દિલ્હી: આગામી મહિને તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે. એવામાં દર મહિનાના મુકાબલે ઓફિસ અને બેંકોની ઓક્ટબર (Bank Holidays in October)માં વધુ રજાઓ રહેશે. આ મહિને દશેરા અને દિવાળે બંને તહેવાર આવી રહ્યા છે. જેથી બેંક અને સરકારી ઓફિસોમાં આ મહિને સૌથી વધુ રજા રહેશે. આ મહિને દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો પણ છે. એવામાં જરૂરી છે કે તમે ફાઇનાશિયલ પ્લાનિંગ અત્યારથી જ કરી લો, જેથી તહેવારના સમયે પરેશાની ન થાય. આગળ વાંચો આ મહિને બેંક કયા-કયા દિવસે ખુલશે નહી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસ પર બજાર કરતા સસ્તા ભાવે મળશે સોનુ, માત્ર કરવું પડશે આ કાર્ય


2 ઓક્ટોબરે ગાંધી જયંતિ
2 ઓક્ટોબર (બુધવારે) ગાંધી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે, આ મહિનના પહેલી રજા હશે. ત્યારબાદ 7 અને 8 ઓક્ટોબરે રામનવમી અને દશેરાના લીધે બેંકમાં રજા રહેશે. આ પહેલાં 6 ઓક્ટોબરે રવિવાર છે. એટલે કે એકસાથે 3 દિવસ બેંક બંધ રહેશે.


બીજા અઠવાડિયામાં ત્રણ દિવસ જ થશે કામ
12 ઓક્ટોબરના રોજ મહિનાનો બીજો શનિવાર છે અને 13 ઓક્ટોબરના રોજ રવિવાર છે. એટલે કે આ વખતે બે દિવસ બેંક બંધ રહેશે. 20 ક્ટોબરે પણ રવિવારના લીધે બેંક બંધ રહેશે. 

આજથી બદલાઇ ગયો ડ્રાઇવિંગ લાઇસન્સનો નિયમ, જૂના પણ કરાવવા પડશે અપડેટ


દિવાળી પર 4 દિવસ બેંક બંધ
દિવાળી પર બેંકોમાં ચાર દિવસની રજા રહેશે. તેમાં 26 ઓક્ટોબરે ચોથો શનિવાર અને 27 ઓક્ટોબરે રવિવાર છે. દિવાળી પણ રવિવારે છે. 29 ઓક્ટોબરે ભાઇબીજ છે. 28 ઓક્ટોબરે ગોવર્ધનની રજા રહેશે. 

સતત બીજા વધ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ, આ રહ્યો આજનો ભાવ


નવેમ્બરમાં 7 દિવસ બંધ રહેશે બેંક
નવેમ્બર 2019માં 3, 10, 17 અને 24 નવેમ્બરે રવિવારે છે. અને 9 અને 23 નવેમ્બરે બીજો શનિવાર છે. ગુરૂ નાનક જયંતિ 12 નવેમ્બરે આવે છે, તે દિવસે પણ બેંક બંધ રહેશે.