નવી દિલ્હી: બેકિંગ ક્ષેત્રના બે પ્રમુખ યૂનિયનો-ઓલ ઇન્ડીયા એઓસિએશન (AIBEA) અને ઓલ ઇન્ડીયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA)એ પોતાની 27 માર્ચની હડતાળ પરત ખેંચી લીધી છે. યૂનિયનના એક નેતાએ જણાવ્યું કે બંને યૂનિયનોએ બેંક વિલય અને આઇડીબીઆઇ બેંકના ખાનગીકરણના વિરોધમાં અખિલ ભારતીય હડતાળનું આહવાન કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIBEA ના મહાસચિવ સી.એચ.વેંકટાઇચલમે કહ્યું કે હડતાળને વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ગુરૂવારના રાષ્ટ્ર સંબોધનને ધ્યાનમાં રાખતા પરત ખેંચી લીધી છે, જોકે કોરોનાવાયરસના પ્રસારને રોકવા જનતાની સાથે ઉભા રહેવાના પક્ષમાં છે. તેમણે કહ્યું કે તમામ પ્રદર્શના કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. 


જોકે માર્ચના અંતિમ અઠવાડિયામાં બેંક લગભગ 5 દિવસ બંધ રહેશે. 23 માર્ચના રોજ હરિયાણામાં બેંક બંધ રહેશે જ્યારે 25 માર્ચના રોજ કર્ણાટક, આંધ્ર પ્રદર્શન, મહારાષ્ટ્ર, મણિપુર અને જમ્મૂ-કાશ્મીરમાં બેંકોમાં રજા મળશે. એટલે કે 24 અને 27 માર્ચના રોજ બેંકોમાં સામાન્ય કામકાજ થશે. 


આ પહેલાં બેંકરોએ એન હોળી બાદ 11 થી 13 માર્ચ સુધી હડતાળ બોલાવી હતી, પરંતુ પછી તેને ટાળી દીધી. આ હડતાળ સેલરી રિવીઝનને લઇને હતી. 8.47 લાખ બેંક કર્મચારીઓનો સેલરીમાં રિવીઝન 1  નવેમ્બર 2017થી અટકેલો છે. જોકે બેંકરોને 1 મહિનાનો પગાર એડવાન્સ આપવામાં આવી છે. પરંતુ તેમની માંગ સેલરી એડવાન્સમાં આપવામાં આવી છે. પરંતુ તેમની માંગ સેલરીમાં 25% સુધી વધારો કરવાની છે જ્યારે ઇન્ડીયન બેંક એસોસિએશન (IBA) 12.5% વધારા માટે રાજી છે. બેંકર તેનો વિરોધ કરી રહ્યા છે. 


બેંકરોને 27 માર્ચના રોજ હડતાળ બોલાવી હતી, જે હવેટળી ગઇ છે. ત્યારબાદ 28 અને 29 માર્ચના રોજ ચોથો શનિવાર અને રવિવાર છે. જ્યારે રજા રહેશે. ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોયીઝ એસોસિએશન (AIBEA) અને ઓલ ઇન્ડીયા બેંક ઓફિસસર્સ એસોસિએશન (AIBOA) એ 27 માર્ચના રોજ 10 બેંકોનું વિલય કરી 4 મોટી બેંક બનાવવાની કેંદ્વ સરકારની જાહેરાતના વિરોધમાં હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. 


બેંક કર્મચારીઓના પગારમાં દર 5 વર્ષે વધારો થાય છે. ગત વખતે પણ પગાર વધારામાં મોડું થયું હતું. બેંકરોના પગાર 2012ના બદલે 2015માં વધ્યો હતો. IBAએ આ મુદ્દા નિવેડા માટે એક કમિટી પણ બનાવી હતી. બેંકર વિદેશી બેંકો અને અન્ય બેંકો અને અન્ય કંપનીઓના આધાર પર 5 ડે વીક બેંક સ્ટાફની ઘટને દૂર કરવા અને જૂના પેંશનમાં સુધારો કરવા સહિતની માંગ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube