બેંક ઓફ બરોડામાં પડી નોકરીની જાહેરાત, જાણો કેવી રીતે કરશો એપ્લાય
જો તમે બેંકમાં નોકરી કરવા માટે ઇચ્છા ધરાવો છો, તો તમાપા માટે અદભૂત તક છે, નોકરી કરવા માટેની ઇચ્છા ધરાવતા યુવાનો 18 ઓક્ટોબર સુધી અરજી કરી શકે છે.
નવી દિલ્હી: સરકારી બેંકોમાં નોકરી કરવા માટે રાહ જોઇ રહેલા યુવાઓ સાથે અનુભવી લોકો માટે સારી તક ઉભી થઇ છે. દેશના મોટી સરકારી બીઓબી(બેંક ઓફ બરોડા)એ આઇટીના પ્રોફેશનલ્સ પદ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. કંપનીએ અલગ-અલગ પદ માટે 20 જેટલી જગ્યાઓ ભરવા માટે નોકરી બહાર પાડી છે. પસંદગી પામેલા ઉમેદવારોનો ત્રણ વર્ષનો કરાર કરવામાં આવશે. જો તમે બેંકમાં નોકરી કરવા માટે ઇચ્છા ધરાવો છો, તો તમારા માટે આ અદભૂત તક છે.
કેટલી છે અરજી ફી
જનરલ કોટેગરીના ઉમેદવાર માટે 600 રૂપિયા
ઓબીસીના ઉમેદવાર માટે 100 રૂપિયા
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારે પસંદગી માટે લેખિત પરીક્ષા, પર્સનલ ઇન્ટરવ્યું, ગ્રુપ ડિસ્કશન પાસ કરવી પડશે. ઉમેદવારે આ ત્રણ કેટેગરીમાં પાસ થવુ ફરજીયાત રહેશે, ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યુ માટે એ લોકોની પસંગી કરવામાં આવશે જે લોકોએ મેરિટ પ્રમાણે સારા માર્ક્સ પ્રાપ્ત કર્યા હશે. વધુ જાણાકરી માટે બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનને ધ્યાનથી વાંચી શકો છો.
કયાં પદો માટે પડી જગ્યા
-ચીફ એક્ઝીક્યૂટીવ ઓફિસ(CEO)
-ટેકનોલોજી આર્કિટેક્ટ લીડ
-પ્રોગ્રામ મેનેજર
-ક્વોલિટી ઇનશ્યોરન્સ લીડ
-બિઝનેસ એનાલિસ્ટ લીડ
-બિઝનેસ એનાલિસ્ટ
-ક્લોલિટી ઇનશ્યોરન્સ એન્જીનિયર
-ડેટાબેઝ આર્કિટેક્ટ
-મોબાઇલ એપ ડેવલોપર
એજ્યુકેશન ક્વોલિફિકેશન
ઉમેદવારે કોઇ પણ માન્ય સંસ્થા પાસે એન્જીનિયરીંગ અને ટેકનોલોજી ક્ષેત્રેની ડિગ્રી હોવી જરૂરી છે. ફ્રેશર્સ પણ આ પદ માટે આવેદન કરી શકે છે.
ક્યાં સુધા કરી શકાશે આવેદન
ઉમેદવાર 27 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોમ્બર 2018 સુધી નોકરી માટે આવેદન કરી શકે છે.
વય મર્યાદા: 25થી 50 વર્ષ
કેવી રીતે કરશો અરજી
બેંક ઓફ બરોડાની ઓફિસિયલ વેબસાઇટ પર જઇને આવેદન કી શકાય છે. નોટિફિકેશન જોવા માટે અને વધુ જાણકારી મેળવવા માટે આપેલી લિંક પર ક્લિક કરો.
https://www.bankofbaroda.com/writereaddata/Images/pdf/Detailed_Advertise...