નવી દિલ્હીઃ બેન્ક ઓફ બરોડા (Bank of Baroda) એ હાલમાં પોતાના ગ્રાહકો માટે નવું નોટિફિકેશન (New Notification) જારી કર્યું છે. તે અનુસાર આગામી મહિનાની શરૂઆતથી ચેક પેમેન્ટ (Cheque Payment) ના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોઝિટિવ પે કન્ફર્મેશન થશે લાગૂ
બેન્ક ઓફ બરોડાએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપતા જણાવ્યું કે, 1 જૂનથી બેન્ક પોઝિટિવ પે કન્ફર્મેશન  (Positive pay confirmation) ને ફરજીયાત કરવા જઈ રહી છે. તે હેઠળ જો 2 લાખથી વધુની ચુકવણી ચેક દ્વારા થાય છે તો ગ્રાહકોએ બીજીવાર કન્ફર્મેશન કરવું પડશે. આ પ્રક્રિયા પૂરી થવા પર ટ્રાન્ઝેક્શન પૂરુ થશે. બાકી ચેક કેન્સલ થઈ જશે. 


Income Tax Saving: આ 5 રીતે પત્ની કરી શકે છે ઇનકમ ટેક્સ બચાવવામાં મદદ, મળશે ડબલ ફાયદો!


ચેક ફ્રોડ કેસને ઓછા કરવામાં મળશે મદદ
રિઝર્વ બેન્ક (RBI) ના આદેશાનુસાર ચેક પેમેન્ટ દરમિયાન થતાં ફ્રોડ (Bank Cheque Fraud) પર લગામ લગાવવાના ઇરાદાથી BOB એ 1 જાન્યુઆરી 2021ના સેન્ટ્રલાઇઝ્ડ પોઝિટિવ પે સિસ્ટમ એટલે કે CPPS ને ઇન્ટ્રોડ્યૂસ કર્યું છે. ગ્રાહકોના ફાયદા માટે હવે તેને બેન્ક લાગૂ કરવા જઈ રહી છે. તેથી બેન્કે ગ્રાહકોને અપીલ કરી છે કે તે હાઈ વેલ્યૂ ચેક ટ્રાન્ઝેક્શનને લઈને બેન્કને પહેલાથી બેનિફિશિયરી સંબંધી જાણકારી આપી દે. તેથી બેન્ક ક્લિયરિંગ સમયે ગ્રાહક પાસે બીજીવાર કન્ફર્મેશન ન લેવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube