આ સરકારી બેંક ફ્રીમાં આપી રહ્યા છે 2 લાખ રૂપિયાનો ફાયદો અને ઘણી ઓફર, તાત્કાલિક ઉઠાવો લાભ
પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેંક તમને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. PNB તેના ગ્રાહકોને રૂ. 2 લાખ સુધીનો મફત વીમો આપી રહી છે. પરંતુ, બેંક માત્ર એવા ગ્રાહકોને જ આ સુવિધા આપી રહી છે જેમની પાસે જન ધન એકાઉન્ટ છે.
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક (Punjab National Bank) ના ગ્રાહકો માટે સારા સમાચાર છે. બેંક તમને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. PNB તેના ગ્રાહકોને રૂ. 2 લાખ સુધીનો મફત વીમો આપી રહી છે. પરંતુ, બેંક માત્ર એવા ગ્રાહકોને જ આ સુવિધા આપી રહી છે જેમની પાસે જન ધન એકાઉન્ટ છે. આ સિવાય ગ્રાહકો બેંકની અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકે છે. ચાલો જાણીએ આ વિશેષતાઓ વિશે.
2 લાખનો લાભ મફતમાં મળશે
બેંક દ્વારા જનધન ગ્રાહકોને PNB Rupay Jandhan Card ની સુવિધા આપવામાં આવી રહી છે. આ કાર્ડ પર બેંક ગ્રાહકોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમા કવચની સુવિધા આપી રહી છે. રુપે કાર્ડ વડે તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો.
Petrol નું ટેન્શન દૂર કરશે Hero નું આ સ્કૂટર, 1 વાર ચાર્જ કરો અને 210 Km દોડાવો
330 રૂપિયાના વાર્ષિક હપ્તા પર 2 લાખનો નફો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. 330 છે. આ પ્લાન હેઠળ ગ્રાહકોને લાઈફ કવર મળે છે. આ અંતર્ગત ડેથ બેનિફિટ પણ મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana PMSBY ) ખૂબ ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. તમને જણાવી દઈએ કે PMSBY એક એવી સ્કીમ છે, જેના હેઠળ ફક્ત 12 રૂપિયામાં ખાતાધારકોને 2 લાખ રૂપિયાનું વિમા કવર મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube