Bank Share to Buy: બજારમાં ઉથલપાથલ વચ્ચે રોકાણ માટે કોઈ સારો સ્ટોક શોધી રહ્યાં છો તો ફેડરલ બેન્ક (Federal Bank)એક સારો વિકલ્પ બોઈ શકે છે. બેન્કે તાજેતરમાં જાન્યુઆરી-માર્ચ 2024ના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં. બેન્કનું બિઝનેસ પરફોર્મંસ સારૂ છે. સાથે જલ્દી બેન્કની નવી લીડરશિપ જવાબદારી સંભાળી શકે છે. આ બે મહત્વના ટ્રિગર્સના દમ પર બ્રોકરેજ ફર્મ ICICI Direct એ આગામી 6-12 મહિના માટે ફેડરલ બેન્કમાં રોકાણની સલાહ આપી છે. છેલ્લા એક વર્ષમાં આ શેરમાં 25 ટકાની તેજી આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Federal Bank: ₹200 જશે ભાવ
ICICI ડાયરેક્ટે ફેડરલ બેન્કના શેર પર ખરીદીની સલાહ આપી છે. સાથે પ્રતિ શેર ટાર્ગેટ પ્રાઇઝ 200 રૂપિયા રાખી છે. 7 મે 2024ના શેર 160 રૂપિયા પર હતો. આ રીતે વર્તમાન ભાવથી આશરે 25 ટકાનો ફાયદો થઈ શકે છે. 2024માં અત્યાર સુધી આ શેર ચાલ્યો નથી. જ્યારે છેલ્લા એક વર્ષમાં સ્ટોકે 25 ટકા જેટલું રિટર્ન આપ્યું છે.


ફેડરલ બેન્ક કેરલ બેસ્ડ બેન્ક છે. તે સૌથી જૂની ખાનગી બેન્કોમાંથી એક છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ફેડરલ બેન્કની 504 બ્રાન્ચ અને 2015 ATM છે.


આ પણ વાંચો- ઉછળ્યા બાદ સોનામાં પાછા ભાવ તૂટ્યા, લેવું કે નહીં....લેટેસ્ટ રેટ ચેક કરીને નક્કી કરો


Federal Bank: શું છે બ્રોકરેજનો મત
બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે માર્ચ ક્વાર્ટરમાં ફેડરલ બેન્કનું પ્રદર્શન સારૂ છે. એડવાન્સમાં 20 ટકા (YoY) અને ડિપોઝિટમાં 18 ટકા (YoY) ગ્રોથ છે. બેન્કનું ફોકસ હાઈ યીલ્ડ સેગમેન્ટ અને ટેક્નોલોજી ઈન્વેસ્ટમેન્ટ પર છે. નાણાકીય વર્ષ 2024માં બેન્કે 140 નવા આઉટલેટ જોડ્યા છે.


બ્રોકરેજનું કહેવું છે કે બેન્ક હાઈ યીલ્ડ સેગમેન્ટમાં જેમ કે ક્રેડિટ કાર્ડ, માઇક્રોફાઇનાન્સ, ગોલ્ડ લોન્સ, CV & SME લોન્સ પર ખુબ ફોકસ છે. બેન્કે મેનેજમેન્ટ ઉત્તરાધિકાર યોજના પર મહત્વના સંકેત આપ્યા છે. તેની સ્ટોક પર સારી અસર પડશે. આગામી 2-3 મહિનામાં નવી લીડરશિપ સામને આવશે. મજબૂત લીડરશિપ બિઝનેસ મોડલને બનાવી રાખવામાં સક્ષમ હશે. તેનાથી વેલ્યુએશનમાં સુધારો થયો છે.


ડિસ્ક્લેમરઃ અહીં રોકાણની સલાહ બ્રોકરેજે આપી છે. આ ઝી બિઝનેસના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારે એડવાઇઝર સાથે ચર્ચા કરો.