આ વખતે કદાચ આખર તારીખની આસપાસ બેંક ખાતામાં નહીં આવે પગાર કારણ કે...
ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ અસોશિયેશન (એઆઇબીઇએ) દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે
નવી દિલ્હી : સરકારી અને ખાનગી બેંકોના 10 લાખથી વધારે કર્મચારીઓ 30મેથી 48 કલાકની હડતાલ પર જઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ અસોશિયેશન (એઆઇબીઇએ) દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)ની પ્રસ્તાવિત હડતાલ 30 મેના દિવસે સવારે 6 વાગ્યે શરૂ થશે અને 1 જુના દિવસે સવારે 6 વાગ્યા સુધી ચાલશે. બેંકના કર્મચારીઓ પગારના મામલામાં સંશોધન કરવાની માગણી કરી છે.
દેશની બે મોટી બેંકોને 5643 કરોડની ખોટ, 'આ' છે કારણ
30 અને 31મેએ બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. જેમાં ગુજરાતના 47 બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાશે. બેંક કર્મચારીઓ પગારમાં સુધારો ન આપતાં વિરોધ કરશે. મહાગુજરાત બેંક એમ્પલોઈઝ અસોસિએશન (MGBEA)ના મતે જાહેર ક્ષેત્ર અને કેટલીક ખાનગી ક્ષેત્રની બેંકોના મળીને કુલ 55,000 બેંક કર્મચારીઓ વિરોધમાં જોડાશે.
પગાર વધારા મામલે હાલમાં ઇન્ડિયન બેંક અસોસિએશન (IBA) સાથે વાટાઘાટો ચાલી રહી છે. IBA પગાર બિલમાં ફક્ત 2 ટકા વધારો આપવા તૈયાર થયું છે, જે કર્મચારીઓને મંજૂર નથી. મહિનાના અંતે બે દિવસ બેંકો બંધ રહેવાથી આ વખતે આ સમયગાળામાં થતા પગારની પ્રક્રિયામાં અડચણ ઉભી થાય એવી પુરેપુરી શક્યતા છે.