ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની મહામારીએ દુનિયાભરમાં હડકંપ મચાવ્યો છે. એમાંય કોરોનાની બીજી લહેરે ખાસ કરીને ભારતમાં ભારે કહેર વર્તાવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકારે કેટલાંક નિયંત્રણો પણ લગાવ્યાં છે. જે જરૂરી પણ છે. પરંતુ તેના કારણે ધંધા-રોજગારને માઠી અસર પડી રહી છે. એવા કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ એવી ઉભી થઈ છેકે, બેંકોમાં સતત ડિપોઝિટ વધી રહી છે અને લોન લેવા કોઈ આવતું નથી. જેને કારણે બેંકિંગ સેક્ટરને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.


Vaccine લગાવ્યા પછી અહીં વૃદ્ધો કરી રહ્યાં છે પાર્ટનરની શોધ! આવી Love એટ ‘સેકન્ડ’ Sight અને Dating ની મૌસમ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને કારણે ગત નાણાંકીય વર્ષમાં 5.60 ટકા સાથે ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યા બાદ ભારતીય બેન્કોની ધિરાણ વૃદ્ધિ વર્તમાન નાણાં વર્ષમાં પણ મંદ રહેવાની ધારણાં મુકાઈ રહી છે. કોરોનાની બીજી લહેરે દેશમાં આર્થિક રિકવરી સામે ફરી જોખમ ઊભુ કર્યું છે અને બેન્કો પણ ફરી સાવચેત બની ગઈ છે. ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં 5.60 ટકા રહ્યા બાદ વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ મહિના એટલે કે એપ્રિલમાં પણ ભારતીય બેન્કોમાં ધિરાણ વૃદ્ધિ મંદ રહી હતી.


Twitter યૂઝર્સ રહે સતર્ક, આ રીતે તમારા અકાઉંટને રાખો સુરક્ષિત અને Secure


કોરોનાને કારણે ધંધા-રોજગારને અસરઃ
વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણ વૃદ્ધિનો આંક 8 થી 9 ટકા રહેવાનો અંદાજ તો હતો પરંતુ કોરોનાના કેસમાં ફરી વધારો થવાના સ્થિતિ વધુ વિકટ બની. એટલું જ નહીં કોરોનાના સંક્રમણને અટકાવવા સરકારે નિયંત્રણો લાદવા જરૂરી હતાં. જોકે, તેના કારણે ધંધા-રોજગાર પણ પ્રભાવિત થયા છે. આવી સ્થિતિને કારણે ધિરાણમાં ઘટાડાનું જોખમ વધ્યું હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે.


Photos: ભારતના તે 5 શહેર, જેમના નામ રાક્ષસોના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો રોચક ઈતિહાસ


ઈક્રાના એક રિપોર્ટમાં જણાવાયું છેકે, દેશના આર્થિક આઉટલુકમાં નજીકના ગાળામાં નાટકીય સુધારો જોવા મળવાની શકયતા નથી માટે કેટલાક લોકો ને તો ધિરાણ વૃદ્ધિ કથળવાનો  ભય સેવી રહ્યા છે. ધિરાણ માટેની માગ મંદ છે. નીતિવિષયક ટેકા પાછા ખેંચાવા સાથે તે વધુ પડકારરૂપ બની શકે છે. બોરોઅર્સની રિસ્ક પ્રોફાઈલમાં નબળાઈ એક સૌથી મોટી ચિંતા બની રહી છે એમ અન્ય એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવાયું હતું.


આ પણ વાંચોઃ Jio કરતા પણ સસ્તો છે આ કંપનીનો પ્લાન, 300 રૂપિયાનો ફાયદો અને 84GB વધુ ડેટાની ઓફર


રોકાણકારો હવે નથી લઈ રહ્યાં જોખમઃ
જોખમ લેવાનું ટાળતા બચતકારો પોતાના નાણાં બેન્કોમાં મુદતી થાપણોમાં, ગોલ્ડ અને ઈક્વિટીઝમાં રોકી રહ્યા છે. આને કારણે બેન્કોમાં થાપણ વૃદ્ધિ 2019 ના સ્તરની સરખામણીએ ઘણી મજબૂત જોવાઈ રહી છે. થાપણની સામે ધિરાણનું પ્રમાણ ઘણું જ નીચું છે જે બેન્કો માટે સારી સ્થિતિ  ન ગણી શકાય. બીજી બાજુ ધિરાણ ખાસ કરીને કોર્પોરેટ ધિરાણ જે ગયા નાણાં વર્ષમાં મંદ રહ્યું હતું તેમાં વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં ખાસ સુધારો થવાની અપેક્ષા રખાતી નથી. કેટલાક ઉદ્યોગોની ક્ષમતા ઉપયોગીતા ૭૫ ટકાની નીચે ચાલી ગઈ છે અને તેમણે વિસ્તરણ કાર્યક્રમ તથા બોરોઈંગ યોજના હાલમાં અટકાવી દીધી છે. આને કારણે બેન્કિંગ વ્યવસ્થામાં ભરપૂર માત્રામાં લિક્વિડિટી જોવા મળી રહી છે. ગયા વર્ષના નવેમ્બરથી નેટ લિક્વિડિટીનો આંક સરેરાશ રૂપિયા 8 ટ્રિલિયનથી ઉપર જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube