Bank Strike : જાન્યુઆરીમાં 4 દિવસ બેંકોની હડતાળ, એ પહેલા કામના રૂપિયા કાઢી લેજો નહિ તો...
Bank Strike In India : બેન્કનું કામ હોય તો પૂરું કરી લેજો : હડતાળની થઈ જાહેરાત, આ 4 દિવસ બેંકો રહેશે બંધ
Bank Strike In January : જો તમે પણ આ મહિને બ્રાન્ચમાં જઈને બેંક સંબંધિત કોઈ કામ પતાવવા ઈચ્છો છો તો તમારે તમારો પ્લાન બદલવો જોઈએ. કારણ કે, મહિનાના અંતમાં બેંક કર્મચારીઓએ હડતાળ પર જવાની જાહેરાત કરી છે. બેંક યુનિયનોના સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ હડતાળનું આહ્વાન કર્યું છે. ગુરુવારે મુંબઈમાં યોજાયેલી UFBUની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો 30 અને 31 જાન્યુઆરીએ હડતાળ હોય તો બેંકો સતત ચાર દિવસ બંધ રહેશે. આ કારણ છે કે 28 જાન્યુઆરીએ ચોથો શનિવાર અને 29 જાન્યુઆરીએ રવિવાર હોવાથી સાપ્તાહિક રજા છે. 30 અને 31 જાન્યુઆરીએ હડતાળને કારણે બેંકો બંધ રહી શકે છે. આ રીતે બેંકો 1લી ફેબ્રુઆરીએ 4 દિવસ પછી જ ખુલશે. સતત 4 દિવસ સુધી બેંક બંધ રહેવાના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ATMમાં રોકડ ખતમ થઈ જવા અને ચેક ક્લિયરન્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો :
હવે તમારી PAN Card નહિ હોય તો ભરાઈ જશો, બહુ જ જરૂરી ડોક્યુમેન્ટ્સ બની જશે
5000 રૂપિયા જમા કરાવવા પર મળશે સીધા 8 લાખ, શુ તમે આ સ્કીમ વિશે જાણ્યું કે નહિ?
શા માટે હડતાલ છે
બેંક કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી તેમની કેટલીક માંગણીઓ સ્વીકારવા અપીલ કરી રહ્યા છે. હવે જો સરકાર આ માંગણીઓ પૂરી નહીં કરે તો જ સરકાર પર દબાણ લાવવા કર્મચારીઓ 30 જાન્યુઆરીથી બે દિવસની હડતાળ પર જવાના છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના એક અધિકારીએ જણાવ્યું કે બેંક કર્મચારીઓ 30 અને 31 જાન્યુઆરીએ હડતાળ પર રહેશે. AIBEAએ જણાવ્યું હતું કે તેઓએ ભારતીય બેંક એસોસિએશન (IBA)ને પત્રો દ્વારા તેમની માંગણીઓ મોકલી છે. પરંતુ બેંક એસોસિએશન તરફથી આ અંગે કોઈ જવાબ મળ્યો નથી. હવે કર્મચારીઓ પાસે તેમની માંગણીઓ સંતોષવા હડતાળ પર ઉતરવાનો એકમાત્ર રસ્તો બચ્યો છે.
બેંક કર્મચારીઓની 5 માંગણીઓ છે
AIBEAના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે જણાવ્યું કે બેંક કર્મચારીઓની 5 માંગણીઓ છે. બેંક યુનિયનોની માંગ છે કે બેંકિંગની કામગીરી 5 દિવસ સુધી કરવામાં આવે. આ સાથે પેન્શન પણ અપડેટ કરવું જોઈએ. કર્મચારીઓની માંગ છે કે NPS નાબૂદ કરવામાં આવે. પગાર વધારા માટે પણ વાતચીત થવી જોઈએ. આ ઉપરાંત બેંક યુનિયનોએ પણ તમામ કેડરમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : અંજલિ હત્યા કેસમાં 11 પોલીસકર્મી સસ્પેન્ડ : ફરજ પર બેદરકારીનો છે આરોપ