ઓક્ટોબરમાં આટલા દિવસે બંધ રહેશે બેન્ક, અત્યારથી કરી લો પ્લાનિંગ
આગામી મહિને આખા દેશમાં ફેસ્ટિવલ સીઝન શરૂ થઇ જશે. કોરોનાકાળમાં આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન બેન્કોની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. જોકે આ વખતે ઓક્ટોબર મહિનામાં બેંક ફક્ત અડધો મહિનો જ ખુલશે.
નવી દિલ્હી: આગામી મહિને આખા દેશમાં ફેસ્ટિવલ સીઝન શરૂ થઇ જશે. કોરોનાકાળમાં આગામી ફેસ્ટિવલ સીઝન દરમિયાન બેન્કોની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે. જોકે આ વખતે ઓક્ટોબર મહિનામાં બેંક ફક્ત અડધો મહિનો જ ખુલશે. આમ એટલા માટે કારણ કે આ વખતે ગજટેજ, સ્થાનિક અને બીજો-ચોથો શનિવાર તથા રવિવાર મળીને બેન્કોમાં લગભગ 15 દિવસ રજા રહેશે.
જોકે લોકોની સુવિધા માટે એટીએમમાં પર્યાપ્ત કેશની વ્યવસ્થા રહેશે અને ઓનલાઇન તથા મોબાઇલ બેન્કિંગ પણ ચાલુ રહેશે, જેથી લોકોને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડશે. રજાઓની શરૂઆત આ વખતે 2 ઓક્ટોબરના ગાંધી-શાસ્ત્રી જયંતિ છે જે શુક્રવારે પડશે.
આ પ્રમણે રહેશે રજા
ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ અનુસાર ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એશરીફ, ઇદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/લક્ષ્મી પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ/મહર્ષિ વાલ્મીકિ જયંતિ/કુમાર પૂર્ણિમાના અવસર પર અલગ-અલગ રાજ્યોમાં બેન્કોની રજા રહેશે.
આખા દેશમાં ક્યારે ક્યાં બંધ રહેશે બેન્ક
2 ઓક્ટોબર શુક્રવારે ગાંધી જયંતિની રજા
4 ઓક્ટોબર રવિવારે સાપ્તાહિક રજા
8 ઓક્ટોબર ગુરૂવારે ચેહલ્લુમ સ્થાનિક રજા
10 ઓક્ટોબર બીજા શનિવારે રજા
11 ઓક્ટોબરે સાપ્તાહિક રજા
17 ઓક્ટોબર કટિ બિહુ/મેરા ચૌરન હૌબા ઓફ લેનિંગથૌ સનામાહી સ્થાનિક રજા
18 ઓક્ટોબર રવિવારની રજા
23 ઓક્ટોબર શુક્રવાર દુર્ગા પૂજા/મહાસપ્તમી સ્થાનિક રજા
24 ઓક્ટોબર શનિવાર મહાઅષ્ટમી/મહાનવમી સ્થાનિક રજા
25 ઓક્ટોબર રવિવારની રજા
26 ઓક્ટોબર સોમવાર દુર્ગા પૂજા (વિજયાદશમી)
29 ઓક્ટોબર ગુરૂવારે મિલાદ-એ-શેરિફ (પૈગંબર મોહમંદ) સ્થાનિક રજા
30 ઓક્ટોબર શુક્રવાર બારાવફાત (ઇદ-એ-મિલાદ) રજા
31 ઓક્ટોબર શનિવારે મહર્ષિ વાલ્મિકી તથા સરદાર પટેલ જયંતિ/કુમાર પૂર્ણિમા સ્થાનિક રજા
જોકે એ સ્પષ્ટ કરી દે બેન્કોની આ તમામ રજાઓ અલગ-અલગ રાજ્ય અને અલગ-અલગ તહેવાર ચાલે છે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ છે. તેમને છોડીને અન્ય રાજ્યોમાં બેન્કીંગ કામકાજ સામાન્ય રીતેથી રહેશે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube