નવી દિલ્હીઃ જૂન મહિનો પૂરો થવામાં હવે 10 દિવસનો સમય બાકી રહી ગયો છે. તેવામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ જુલાઈ 2023માં આવતી બેન્ક રજાઓનું લિસ્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જુલાઈ 2023માં બીજા અને ચોથા શનિવાર અને રવિવારને લઈને આશરે 15 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. આ બેન્ક હોલિડે અલગ ઝોનમાં અલગ-અલગ દિવસે રહેશે. આવો જુલાઈ 2023માં આવતી બેન્ક રજાઓ પર એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુલાઈમાં આ દિવસોમાં બેન્ક રહેશે બંધ
જુલાઈમાં સૌથી પ્રથમ બેન્ક હોલિડે 2 જુલાઈ રવિવારના દિવસે છે. આ દિવસે દેશભરમાં બેન્ક બંધ રહેશે. ત્યારબાદ આગામી બેન્ક હોલિડે 5 જુલાઈ ગુરૂ હરગોવિંદ જીની જયંતિ પર હશે. આ દિવસે જમ્મુ અને શ્રીનગરમાં બેન્ક બંધ રહેશે. ત્યારબાદ આગામી રજા MHIP દિવસ પર મિઝોરમ ઝોનમાં બેન્ક બંધ રહેશે. 8 જુલાઈના બીજા શનિવારના દિવસે દેશભરમાં બેન્ક બંધ રહેશે. 9 જુલાઈએ રવિવારને કારણે બેન્કમાં રજા રહેશે. 


આ પણ વાંચોઃ Layoffs: કોસ્ટ કટિંગના કારણે 1000 લોકોએ ગુમાવી નોકરી, આ દિગ્ગજ કંપનીએ કરી છટણી


આ તહેવાર પર બેન્ક રહેશે બંધ
11 જુલાઈએ પૂજાના તહેવાર પર ત્રિપુરા ઝોનમાં બેન્ક બંધ રહેશે. 13 જુલાઈએ ભાનુ જયંતી પર સિક્કિમ ઝોનમાં બેન્ક બંધ રહેશે. 16 જુલાઈએ રવિવારે દેશભરમાં બેન્ક બંધ રહેશે. 17 જુલાઈએ યૂ તિરોડ સિંગ ડે પર મેઘાલયમાં બેન્ક બંધ રહેશે. 21 જુલાઈએ ત્શે-જી પર ગંગટોક ઝોનમાં બેન્ક બંધ રહેશે. 22 જુલાઈએ ચોથા શનિવારને કારણે દેશભરમાં બેન્ક બંધ રહેશે. 23 જુલાઈ રવિવારે પણ બેન્કમાં કામકાજ થશે નહીં. 29 જુલાઈએ મુહર્રમને કારણે દેશભરની બેન્કમાં રજા રહેશે. 30 જુલાઈએ રવિવારના દિવસે બેન્ક બંધ રહેશે. 31 જુલાઈએ શહાદત દિવસ પર હરિયાણા અને પંજાબમાં બેન્ક બંધ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube