નવી દિલ્હી: જો તમે બેન્ક (Banks) સાથે જોડાયેલા કામકાજ પતાવવા માંગો છો તો આજે પતાવી દો, કારણ કે જો આમ કરશો નહી તો તમને સમસ્યા થઇ શકે છે. જોકે આગામી 3 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. એટલા માટે તમે પૈસા ઉપાડી શકશો નહી અથવા બેન્કીંગ સેવાઓ સાથે સંકળાયેલા કામ પતાવવા માંગો છો તો તેને આજે જ પતાવી દો તો સારું રહેશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે શુક્રવારે અને શનિવારે (31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી)ના રોજ બેન્કોની હડતાળ છે. એટલા માટે કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ રહેશે. તો બીજે તરફ 2 ફેબ્રુઆરીએ સાપ્તાહિક રજા (રવિવાર) આવે છે, જેના લીધે તે દિવસે પણ બેન્ક બંધ રહેશે. એવામાં સતત 3 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. હડતાળ અને એક દિવસની રજાના લીધે એટીએમ (ATM) મશીનોમાં પણ કેશની સમસ્યા ઉભી થવાની સંભાવના છે. 


હડતાળને લઇને ભારતીય સ્ટેટ બેન્ક (SBI) સહિત ઘણી સાર્વજનિક બેન્કોએ પહેલાં જ ગ્રાહકોને એલર્ટ કરી દીધા છે. જોકે પ્રાઇવેટ બેન્કો પર આ હડતાળની અસર પડશે નહી. ઓનલાઇન બેન્કીંગ પણ ચાલશે. 


ઓલ ઇન્ડીયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશનના અધ્યક્ષ સુનિલ કુમારે જણાવ્યું હતું કે બેન્ક કર્મચારીઓના સંગઠનની મુખ્ય માંગ પગાર વધારાની માંગ છે, કારણ કે બેન્ક કર્મચારીઓના પગાર સુધારાના મામલે નવેમ્બર 2017થી પેન્ડીંગ છે. આ ઉપરાંત કામનો સમય નક્કી કરવા, પારિવારિક પેન્શન વગેરે માંગો પણ થઇ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube