1 મહિનામાં 200% નું રિટર્ન, IPO બન્યો કુબેરનો ખજાનો, રોકાણકારો ગદગદ
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં Basilic Fly Studio IPO સબ્સક્રિપ્શન માટે લોન્ચ થયો હતો. આ આઈપીઓએ એક મહિનાની અંદર પોતાના ઈન્વેસ્ટરોને મોટો ફાયદો કરાવી દીધો છે.
નવી દિલ્હીઃ શેર બજારના વિષયમાં કહેવામાં આવે છે કે પૈસા માત્ર ખરીદવા અને વેચવામાં જ નથી. પરંતુ કેટલો લાંબો સમય શેરને હોલ્ડ રાખો છો તેમાં છે. પરંતુ ક્યારેક શેર થોડા મહિનાની અંદર ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દે છે. Basilic Fly Studio IPO તેવી કંપનીઓમાંથી એક સાબિત થઈ છે. કંપનીએ માત્ર એક મહિનાની અંદર ઈન્વેસ્ટરોના પૈસા ડબલ કરી દીધા છે.
કંપનીનો આઈપીઓ 1 સપ્ટેમ્બરે આવ્યો હતો. ત્યારે Basilic Fly Studio IPO ની પ્રાઇઝ બેન્ડ 92 રૂપિયાથી 97 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. મંગળવારે કંપનીના શેર એનએસઈમાં 304.80 રૂપિયાના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયા હતા. એટલે કે પોઝીશનલ ઈન્વેસ્ટરોના પૈસા માત્ર એક મહિનાની અંદર ડબલ થઈ ગયા છે. Basilic Fly Studio IPO ના શેર જેને એલોટ થયા તેને અત્યાર સુધી 215 ટકા રિટર્ન મળ્યું હશે.
આ પણ વાંચોઃ 7 રૂપિયાનો શેર પહોંચ્યો 163ને પાર, 1 લાખના બની ગયા 23 લાખ રૂપિયા, ઈન્વેસ્ટરો માલામાલ
Basilic Fly Studio IPO ના એક લોટમાં 1200 શેર હતા. જેના કારણે એક રિટેલ ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા 1.16 લાખનું રોકાણ કરવું પડ્યું હતું. પરંતુ જેને આઈપીઓ દરમિયાન શેર ક્રેડિટ થયા હશે તેને અત્યાર સુધી 215 ટકા પ્રોફિટ મળી ચુક્યો છે. એટલે કે તેના રોકાણની વેલ્યૂ વધીને 3.50 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube