Small Savings Schemes: એવા ઘણા રોકાણકારો હોય છે જેઓ ઇક્વિટી ફંડમાં રોકાણ કરવા માંગતા નથી અને જોખમ લેવાનું ટાળે છે. તેઓ એવા ઇન્વેસ્ટમેન્ટ ઈચ્છે છે જે સમયસર એક નિશ્ચિત રિટર્ન આપે. આ માટે પોસ્ટ ઓફિસ સ્કીમ અથવા સ્મોલ સેવિંગ સ્કીમ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ યોજનાઓમાં રોકાણ કરીને તમે કોઈપણ સંભવિત ઈમરજન્સી માટે માત્ર નાણાં એકત્ર કરી શકતા નથી, પરંતુ બચતના તમારા લક્ષ્યને પણ પૂર્ણ કરી શકો છો. આટલું જ નહીં આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ તેમાં રોકાણ કરવાથી 1.5 લાખ રૂપિયા સુધીનો કર લાભ પણ મળે છે. આજે આ સમાચારમાં અમે તમને એવી જ કેટલીક નાની બચત યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રોકાણકારોને વળતરની સાથે નફો પણ આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ હેઠળ 4 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે અને ખાતું ખોલવા માટે લઘુત્તમ રકમ 500 રૂપિયા છે.


નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝિટ
નેશનલ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં મહત્તમ ઇન્વેસ્ટમેન્ટ પર કોઈ મર્યાદા નથી. આમાં તમે રૂપિયા 100 અથવા 1,000 ના ગુણાંકમાં રૂપિયા જમા કરી શકો છો. જેમાં એક વર્ષની ડિપોઝિટ પર 6.9 ટકા, બે વર્ષની ડિપોઝિટ પર 7 ટકા, ત્રણ વર્ષની ડિપોઝિટ પર 7.1 ટકા અને પાંચ વર્ષની ડિપોઝિટ પર 7.5 ટકાના દરે વ્યાજ મળે છે.


વધતા વજનથી પરેશાન છો તો આ રીતે ખાવ મમરા... સળસળાટ ઉતરી જશે વજન


નેશનલ સેવિંગ રિકરિંગ ડિપોઝિટની અમાઉન્ટ
આ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરી શકો છો. તેની શરૂઆત 100 રૂપિયાથી પણ કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ ઉપલી મર્યાદા નથી. આ સ્કીમ પર 1 જાન્યુઆરીથી 6.7 ટકા વ્યાજ પણ મળી રહ્યું છે.


નેશનલ સેવિંગ મંથલી ઈનકમ એકાઉન્ટ
આમાં પણ 1000 રૂપિયાના ગુણાંકમાં ખાતામાં પૈસા જમા કરાવી શકાય છે, જેના પર વાર્ષિક 7.4 ટકા વ્યાજ મળે છે. આમાં સિંગલ ખાતામાં રોકાણની મહત્તમ રકમ 9 લાખ રૂપિયા છે, જ્યારે સંયુક્ત ખાતામાં રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા છે.


પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
આમાં ખાતું ખોલનારા રોકાણકારોને વાર્ષિક 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. ઓછામાં ઓછા રૂ. 500 સાથે તમે ખાતું ખોલાવી શકો છો, જ્યારે એક નાણાકીય વર્ષમાં રોકાણની મહત્તમ રકમ રૂ. 1.5 લાખ છે.


વર્ષો બાદ 2025માં સૂર્ય ગ્રહણ અને શનિ ગોચરનો અદ્ભુત સંયોગ,આ રાશિઓની ચમકી જશે કિસ્મત!


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એકાઉન્ટ
વૃદ્ધાવસ્થામાં લાંબા ગાળાના રોકાણ માટે ડિઝાઈન કરવામાં આવેલ આ સ્કીમમાં પ્રથમ વખત 31મી માર્ચ/30મી સપ્ટેમ્બર/31મી ડિસેમ્બરના રોજ ડિપોઝિટની તારીખથી વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે અને ત્યારબાદ 1લી એપ્રિલ, 1લી જુલાઈ, 1લી ઓક્ટોબર અને 1લી જાન્યુઆરીએ વ્યાજ ચૂકવવાપાત્ર થશે. આમાં પણ 1,000 રૂપિયાથી રોકાણ કરી શકાય છે, જ્યારે 1,000 રૂપિયાના ગુણાંકમાં તમે આ સ્કીમમાં 30 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.


સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ
આ સ્કીમ હેઠળ તમે 250 રૂપિયાથી બચતની શરૂઆત કરી શકો છો. આ સ્કીમ હેઠળ જમા રકમ પર 8.2 ટકા વ્યાજ મળે છે. આમાં તમે એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.


'તે છોકરી સારી નથી...' આવું કહીને પુત્રનું બ્રેકઅપ કરાવી પિતાએ પોતે કરી લીધા લગ્ન!


કિસાન વિકાસ પત્ર (KVP)
આ સ્કીમ હેઠળ તમે 1000 રૂપિયા સાથે ખાતું ખોલાવી શકો છો, જ્યારે રોકાણ માટે કોઈ ઉચ્ચ મર્યાદા નથી. તે વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપે છે.


નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વાર્ષિક 7.7 ટકા વ્યાજ આપે છે. આમાં ઇન્વેસ્ટમેન્ટ માટે મિનિમમ લિમિટ 1000 રૂપિયા છે, જ્યારે મહત્તમ કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.