નવી દિલ્હી: રોજગાર માટે મોદી સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સરકારને આ યોજનાઓમાં ફ્રોડ થઈ રહ્યું હોવાના અહેવાલો મળ્યાં છે. સરકારે આ અંગે જરૂરી પગલાં પણ ભર્યા છે. જો કે આવા સંજોગોમાં જનતાઓ પણ સાવધાની રાખવાની જરૂર છે. સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી મુદ્રા લોન સ્કીમ માટે શરૂ કરવામાં આવેલા ઉદ્યોગ આધારના રજિસ્ટ્રેશનમાં જ ફ્રોડ જોવા મળ્યું છે. સરકાર તરફથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે મુદ્રા લોન માટે ઉદ્યોગ આધારનો સહારો લેવામાં આવ્યો. આ લોન લોકોએ ખોટી રીતે લીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પ્રમુખ વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે બિહારમાં સૌથી વધુ ઉદ્યોગ રજિસ્ટ્રેશન થયા. ત્યાં લોકોએ મોટી સંખ્યામાં મુદ્રા લોન લીધી. જો કે ઉદ્યોગોની સંખ્યા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે બિહારની સ્થિતિ સારી નથી. 


અગાઉ પણ ફ્રોડ થયું છે
આંકડા મુજબ મોદી સરકારની સ્કીમ પહેલા પણ ફ્રોડના મામલા સામે આવેલા છે. ગડબડીની ફરિયાદો બાદ મોદી સરકારને આ સ્કીમ માટેના નિયમો માટે આકરા પગલાં લેવા પડ્યાં. સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા સ્ટાર્ટઅપ ઈન્ડિયા, મુદ્રા યોજના, સ્કિલ ડેવલપમેન્ટ વગેરે યોજનાઓમાં ગડબડી સામે આવી છે. આ યોજનાઓના આધાર પર તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે.  આવામાં સાવધાન રહેવાની જરૂર છે. 


શું પગલાં લેવાયા?
તપાસમાં જાણવા મળ્યું કે લોકોએ ખોટી રીતે મુદ્રા સ્કીમમાં લોન મેળવી. કેટલાક કેસોમાં તો કોઈ અન્યના આધાર પર અન્ય  કોઈ વ્યક્તિએ ઉદ્યોગ આધાર બનાવડાવી લીધુ અને લોન લીધી. જ્યારે હકીકત એ હતી કે અસલી વ્યક્તિને આ અંગે  કોઈ જાણકારી હતી જ નહી. ત્યારબાદ મોદી સરકારે ઉદ્યોગ આધાર સંબંધિત નિયમો કડક કરી દીધા છે. હવે કોઈ ઓટીપી વેરિફિકેશન વગર ઉદ્યોગ આધાર બનશે નહીં. 


સ્ટાર્ટ અપ ઈન્ડિયા
ટેક્સમાં ફાયદો કરાવવા માટે અનેક કંપનીઓએ સબ્સીડરી બનાવી લીધી અને ટેક્સ છૂટનો ફાયદો લઈ લીધો. વેબસાઈટનો દાવો છે કે તેમાં ભારતીય કંપનીઓ સાથે વિદેશી કંપનીઓ પણ સામેલ છે. ડીઆઈપીપી આવી કંપનીઓની તપાસ કરી રહી છે. આ સાથે જ આવી કંપનીઓની અરજીઓ રદ કરાઈ  રહી છે. સરકાર હવે આ સંબંધે કંપનીઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગી રહી છે. 


સ્કિલ ડેવલપમેન્ટ
સરકારને ફરિયાદો મળી કે અનેક સંસ્થાન વડાપ્રધાન કૌશલ વિકાસ યોજનાના નામે પર લોકોને સરકારી નોકરીઓ સુદ્ધા ઓફર કરી રહ્યાં છે. એટલું જ નહીં અરજી  કરનારા લોકોને ઓફર લેટર મોકલીને ડોક્યુમેન્ટ તૈયાર કરવાના કે વેરિફિકેશનના નામે હજારો રૂપિયા વસુલાઈ રહ્યાં છે. આ સંસ્થાન ભારત સરકાર સહિત વિભિન્ન મંત્રાલયો અને વિભાગોના લોકોનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. હજારો  લોકોને આવા સંસ્થાનોએ પોતાના શિકાર બનાવ્યાં છે. હવે એનએસડીસીએ એક લિસ્ટ જારી કરીને આવા સંસ્થાનોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. આ લિસ્ટમાં નકલી સંસ્થાઓના નામ અને એડ્રેસ પણ આપવામાં આવ્યાં છે.