નવી દિલ્હી: આજકાલ ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ઓનલાઈન શોપિંગના પણ ઘણા ફાયદા છે. તમે ઘરે બેઠા આરામથી એક જ ક્લિકમાં કંઈપણ ઓર્ડર કરો છો અને સામાન સીધો તમારા ઘર સુધી પહોંચી જાય છે. આ માટે તમારે બહાર જવાની પણ જરૂર નથી. ઓનલાઈન શોપિંગમાં ઘણા પ્રકારના વિકલ્પો અને આપવામાં આવે છે. જેના કારણે સસ્તા ભાવે વસ્તુ મળી રહે છે. ખાસ વાત એ છે કે, વર્ષમાં ઘણી વખત ઈ-કોમર્સ કંપનીઓ સેલ લાવે છે. આ સેલમાં મળતો સામાન ખૂબ જ ઓછી કિંમતે મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી સ્થિતિમાં, જો કોઈને કોઈ સામાનની ખરીદી કરવી હોય, તો મોટાભાગના લોકો સેલની રાહ જુએ છે. સેલ શરૂ થતાં જ લોકો તેમને જોઈતો સામાન ખરીદે છે. જો તમે પણ આ પ્રકારના સેલમાંથી ખરીદી કરો છો, તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, કારણકે ઘણી વખત લોકો આવી ઓફરમાં છેતરપિંડીનો શિકાર પણ બને છે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે સેલમાં ખરીદી કરતી વખતે કોઈપણ પ્રકારની છેતરપિંડીના શિકારથી બચી શકો.


ઘણી વખત સેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ પર સામાન ખરીદવા માટે લોકોને વારંવાર મેસેજ અથવા ફોન કરીને પ્રોત્સાહિત કરવામાં આવે છે. છેતરપિંડીથી બચવા માટે તમારે આ પ્રકારનાં કોલ અને મેસેજથી બચવું જોઈએ. થોડી સાવચેતી રાખવાથી તમારા પૈસાનો વ્યય નહીં થાય અને તમે કોઈપણ પ્રકારની છેતરપિંડીના શિકારથી બચી શકશો.


સૌથી મહત્વની વાત એ છે કે સેલમાં ખરીદી કરતી વખતે માત્ર ઓછી કિંમત જોઈને નકામી વસ્તુઓની ખરીદી ન કરો. આમ કરવાની ટેવ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, કંપનીની તપાસ કર્યા પછી અને તમને જોઈતા સામાનની સમીક્ષા કર્યા પછી જ માલ ખરીદો.


સેલ શરૂ થતાની સાથે જ કોઈને કોઈ વ્યક્તિ ઈ-કોમર્સ કંપનીની વેબસાઈટની વિઝિટ કરે છે. કેટલીકવાર લોકો ઓછી કિંમતો જોઈને પણ વસ્તુની ખરીદી કરે છે, જે તેમના ઉપયોગમાં નથી આવતી. આમ કરવું યોગ્ય નથી, કારણ કે આવી ટેવ મહિનાના તમારા બજેટને અસર કરે છે.


તમારે એક વાત જાણવી જોઈએ કે ઓનલાઈન અને ઓફલાઈન બંને, જે વસ્તુઓ સૌથી ઓછી વેચાય છે તેને સેલમાં સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત તહેવારોની સિઝનમાં વધુ સામાન ખરીદવા માટે લોકો નકામી વસ્તુઓ પણ ખરીદે છે. લોકોને લાગે છે કે પાછળથી તેના ભાવ વધશે અને પછી આવી સારી તક તેમના હાથમાંથી નીકળી જશે. આ ચક્કરમાં લોકો બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદે છે.