IPO પૈસા લગાવવા માટે રહો તૈયાર! 6 દિવસમાં 3 કંપનીઓ પર દાંવ લગાવવાની તક
Upcomin IPO Update: આગામી સપ્તાહે ત્રણ કંપનીઓનો આઈપીઓ આવી રહ્યો છે. આ ત્રણ કંપનીઓ Infollion Research Services Ltd, CFF Fluid Control Ltd અને Comrade Appliances Ltd છે.
નવી દિલ્હીઃ આગામી સપ્તાહે 3 કંપનીઓના આઈપીઓ પર દાંવ લગાવવાની તક મળશે. આ ત્રણ કંપનીઓ Infollion Research Services Ltd, CFF Fluid Control Ltd અને Comrade Appliances Ltd છે. આવો આ ત્રણેય આઈપીઓ વિશે જાણીએ.
1.Infollion Research Services Ltd આઈપીઓ ડીટેલ્સ
આ એસએમઈ કંપનીનો આઈપીઓ સોમવાર 29 મેએ ઓપન થઈ રહ્યો છે. જ્યારે 31 મેએ બંધ થશે. Infollion Research Services Ltd ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 80થી 82 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં કંપની આજે 58 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
2. CFF Fluid Control Ltd આઈપીઓ ડીટેલ્સ
રોકાણકારો આ આઈપીઓને 30 મેથી 2 જૂન સુધી સબ્સક્રાઇબ કરી શકશે. કંપનીએ આઈપીઓ માટે 165 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. CFF Fluid Control Ltd ના આઈપીઓની સાઇઝ 85.80 કરોડ રૂપિયા છે. આ કંપનીનું લિસ્ટિંગ બીએસઈ એસએમઈમાં થશે.
આ પણ વાંચોઃ લોનની ચુકવણી પછી આ સર્ટિફિકેટ લેવું અત્યંત જરૂરી, ભૂલ કરી તો તમારે ફરીથી ચૂકવવી પડશે
3.Comrade Appliances Ltd આઈપીઓ ડીટેલ્સ
Comrade Appliances Ltd ના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 52થી 54 રૂપિયા રાખવામાં આવી છે. રિટેલ ઈન્વેસ્ટર માટે આ આઈપીઓ 31 મે 2023ના ઓપન થશે. 5 જૂન સુધી ઈન્વેસ્ટર્સ આ આઈપીઓ પર દાંવ લગાવી શકશે. આ એસએમઈ કંપનીના આઈપીઓની સાઇઝ 12.30 કરોડ રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube