Loan Repayment Suggestions : આજકાલ લોકોના ઘર લોન પર ચાલે છે. ભાગ્યે જ કોઈ એવુ હશે જેઓ લોન વગરના હશે. હોમ લોન, કાર લોન, મોબાઈલ લોન, પર્સનલ લોન વગેરે લોન લઈને લોકો ઈએમઆઈ ચૂકવતા રહે છે. જો તમારી કોઈ પણ લોન ચાલતી હોય તો આ ખબર તમારા કામની છે. જો તમારા લોનનો સમય પૂરો થયો નથી, અને તમારી પાસે તેને ચૂકવવા માટે રૂપિયા છે, તો તમે તેને સમય પહેલા પણ ચૂકાવી શકો છો. લોન ક્લોઝિંગ કરાવી શકો છો. પ્રી પેમેન્ટ કરી શકો છો. ત્યારે એ જાણો કે સમય પહેલા લોન ચૂકવવી યોગ્ય છે કે નહિ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન પ્રી-પેમેન્ટ શું હોય છે 
લોન લેનાર જ્યારે વધારાની રકમ ચૂકવી લોન પૂરી કરે છે તો તો લોન પ્રી-પેમેન્ટ કહેવાય છે. વધારાની રકમ મૂળ રકમને ઓછી કરે છે. તેનાથી લોન એમાઉન્ટ ઓછી થાય છે. તેનો ફાયદો ઓછા ઈએમઆઈ તરીકે થાય છે. 


પ્રી-પેમેન્ટના ફાયદા
આવુ કરવાથી તમારા EMI ઓછા થાય છે. એટલુ જ નહિ, લોન જલ્દી પૂરી થાય તો તમારો ક્રેડિટ સ્કોર સારો કહેવાય છે. લોન આપનારાનો તમારા પર ભરોસો વધે છે. જો તમને ભવિષ્યમાં લોનની જરૂર હોય તો તે જલ્દી મળી જશે. 


આ છે ડબલ મીનિંગવાળા 3 સુપરહીટ ગીત, જેને ખુલીને કોઈની સામે નહિ ગાઈ શકો, છતાં ફેમસ થયા


કેટલીક બેંક જલ્દી લોન ચૂકવવા પર વસૂલે છે ચાર્જ
સમય પહેલા લોન પૂરી કરવા પર કેટલીક બેંકો ચાર્જ વસૂલે છે. તેથી બેંક સાથે પહેલા ચર્ચા કરી લો. લોનની રકમ પર 1 થી 5 ટકાનો ચાર્જ લાગે છે. આવુ ત્યારે કરવામા આવે છે જ્યારે બેંકને વ્યાજ પર થતા નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. હોમ લોન સમય પહેલા ભરવાથી તમને વધુ નુકસાન નહિ થાય. તેમજ લોન ભરવાના રૂપિયા તમે બીજે ક્યાંક ઈન્વેસ્ટ કરી શકો છો. 


ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન
મોટાભાગના લોકો હોમ, કાર-ઓટો લોન વગેરે જલ્દી ચૂકવવાનું વિચારે છે. પરંતુ તે ખોટું છે. સૌથી પહેલા તમારે લાંબા સમયની લોન પતાવવા કરતા એ વાત પર ફોકસ કરવુ જોઈએ કે, હાઈકોસ્ટ લોન કઈ કઈ છે, જેના EMI પર વ્યાજ માટે તમને વધુ રૂપિયા ખર્ચવા પડે છે. તેને સૌથી પહેલા ચૂકવવા જોઈએ. ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોનને પહેલા પૂરી કરવી જોઈએ. કારણ કે, તેના પર વધુ વ્યાજ લાગે છે. 


90 સેકન્ડ માટે સ્ટોપ થઈ પૃથ્વીના મહાવિનાશની ઘડિયાળ, 2024 માં છે મોટો ખતરો