નવી દિલ્હી: એશિયા પ્રશાંત (APAC)માં ટેકનિકલ કંપનીઓ માટે પોતાના નવી ઓફિસ શરૂ કરવા માટે બેંગલુરુ અને ગુરુગ્રામ દુનિયામાં પાંચ સૌથી શ્રેષ્ઠ જગ્યાઓમાં છે. એસ્ટેટ સલાહકાર CBREના રીપોર્ટ અનુસાર સારી નાણાંકીય પરિસ્થિતિ સિવાય એન્જિનિયરોમાં થયેલો વધારો અને રીયલ એસ્ટેટમાં આવેલી વૃદ્ધિ આ ક્ષેત્ર આઇટી કંપનીઓ માટે પહેલી પસંદ બની રહે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં ઓફિસની માગને આઇટી કંપનીઓનું મહત્વનું યોગદાન છે. જ્યારે આખા ક્ષેત્રમાં આઇટી કંપનીઓ માટે સિલિકોન વેલી જેટલું આઇટી હબ કોઇ નથી.


આ શહેરોમાં સતત વધી રહ્યો છે આઇટીનો ક્રેઝ
વઘી રહેલી ટેક્નોલોજી વ્યાપારિક પરિસ્થિતીત, ઇનોવેટિવ વાતાવરણ અને ખર્ચ અને આવકના આધારે એશિયાના 15 શહેરોની યાદી તૈયારમાં આવી છે. જેમાં વ્યાપાર અને ઇનોવેશન પર 40 ટકા જેટલો ભાર મુકવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં મહત્વના શહેરોમાં બેંગલુરુ, શંઘાઈ, સિંગાપુર, અને ગુરુગ્રામનો સમાવેશ થાય છે. વ્યાપાર કરનારી પરિસ્થિતિઓ અને માહોલને અનુકુળ આ શહોરોની સ્થિતિ ખુબ સારી છે.
 
ભારતમાં ટેક્નોલોજીનો વિસ્તાર સતત વધી રહ્યો છે
CBRE ઇન્ડિયાના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી(સીઇઓ) અંશુમન મેગજીને કહ્યું કે, ભારતમાં આઇટી કંપનીઓની સંખ્યા સતત વધી રહી છે. ભારત સતત એવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે જે બદલતી ટેકનોલોજીને ઝડપી સ્વિકારી રહ્યું છે.