નવી દિલ્હીઃ શેર બજારમાં એવા ઘણા સ્ટોક જોવા મળે છે, જે થોડા વર્ષોમાં મોટું રિટર્ન  આપવામાં સફળ થાય છે, જેના વિશે ઈન્વેસ્ટરો વિચારી પણ શકતા નથી. આજે અમે તમને આવા એક શેર વિશે જણાવી રહ્યાં છીએ, જેણે માત્ર 1 લાખના રોકાણને સવા સાત કરોડ બનાવી દીધા છે. આ સ્ટોકનું નામ છે કેપલિન પોઈન્ટ લેબોરેટરીઝ (Caplin Point Laboratories).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુબ નાની કંપની છે
કેપલિન પોઈન્ટ લેબના શેર સોમવારે એનએસઈ પર 883.70 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યાં હતા. શુક્રવાર કરતા સોમવારે આ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ કંપનીનું માર્કેટ કેપ 7200 કરોડ રૂપિયા જેટલું છે. કંપનીના કર્મચારીઓની વર્તમાન સંખ્યા 3000 જેટલી છે. મેડિકલ લાઇન સાથે જોડાયેલા સ્ટોકે રોકેટની જેમ પરફોર્મ કર્યું છે. 


આ પણ વાંચોઃ 4300% ની તોફાની તેજી, માત્ર એક વર્ષમાં ઈન્વેસ્ટરોના પૈસા થઈ ગયા ડબલ


સારા રહ્યાં છ મહિનાના પરિણામ
છેલ્લા પાંચ દિવસમાં કંપનીના શેરમાં 8.50 ટકા જેવી તેજી આવી હતી. પરંતુ સોમવારે તેમાં 6 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિનામાં શેર 20 ટકા જેટલો વધ્યો છે, જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધી તેણે 31 ટકા આસપાસ રિટર્ન આપ્યું છે. 


આવી રહી શેરની પેટર્ન
વચ્ચે શેરની ચાલ થોડી પ્રભાવિત થઈ હતી, જેના કારણે છેલ્લા એક વર્ષમાં તેનું રિટર્ન 16 ટકા આસપાસ રહ્યું છે. તો પાંચ વર્ષની વાત કરીએ તો તેની તેજી 140 ટકા જેટલી રહી છે. લોન્ગ ટર્મમાં આ સ્ટોક પૈસા બનાવવાનું મશીન સાબિત થયો છે. આજે (7 ઓગસ્ટ) એ તેનો ભાવ 893 રૂપિયા આસપાસ છે. પરંતુ આજથી 14 વર્ષ પહેલા આ શેર માત્ર 1.30 રૂપિયામાં મળી રહ્યો હતો.


આ પણ વાંચોઃ 5.50 લાખ જમા કરો, 5 વર્ષ બાદ દર વર્ષે 50,000 પેન્શન, તે પણ આજીવન, LICનો ખાસ પ્લાન


દોઢ રૂપિયાથી ઓછો હતો ભાવ
બજારના આંકડા અનુસાર સપ્ટેમ્બર 2009માં Caplin Point Laboratories નો એક શેર 1.30 રૂપિયામાં મળી રહ્યો હતો. 14 વર્ષ પહેલાના ભાવની તુલના વર્તમાન ભાવ સાથે કરો તો ખબર પડે છે કે જે ઈન્વેસ્ટરે તે સમયે માત્ર 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી હોલ્ડ કર્યાં હોત તો તેના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ વધીને 7 કરોડ જેટલી થઈ ગઈ હોત.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. તમે તમારા એડવાઇઝરની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube