બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે તેના જન્મથી અહીં કરો રોકાણ, 15 વર્ષમાં જમા થઈ જશે લાખો રૂપિયા
જો તમે તમારા બાળકોના જન્મની સાથે રોકાણ શરૂ કરી દો તો 15 વર્ષમાં મોટી રકમ ભેગી કરી શકો છો અને તમારા બાળકોને સારૂ શિક્ષણ આપી શકો છો.
નવી દિલ્હીઃ બાળકોના જન્મની સાથે તેના ભવિષ્યની ચિંતા થવા લાગે છે. બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે મોટી રકમની જરૂર પડે છે. પરંતુ જો તમે બાળકોના જન્મની સાથે રોકાણ કરવાનું શરૂ કરી દો, તો 15 વર્ષમાં મોટી રકમ ભેગી કરી શકો છો અને તમારા બાળકને સારૂ શિક્ષણ આપી શકો છો. અહીં જાણો રોકાણના બે એવા વિકલ્પ જ્યાં જો તમે દર મહિને 5000 રૂપિયા પ્રમાણે પણ રોકાણ કરશો તો તમને કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો મળશે અને લાખો રૂપિયા જમા થઈ જશે.
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીપીએપ એવી સ્કીમ છે, જેમાં કોઈ ભારતીય સરળતાથી રોકાણ કરી શકે છે. પીપેફમાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ એક એવી સ્કીમ છે, જેમાં તમને સરાકી ગેરંટી મળે છે એટલે કે તમે આ રતમ ઈન્વેસ્ટ કરી શકો છો, તેના પર ગેરેન્ટેડ રિટર્ન મળશે. વર્તમાન સમયમાં પીપીએફ પર 7.1 ટકાનું વ્યાજ મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ 19 વર્ષ બાદ બુધવારે ઓપન થશે Tata Group નો IPO,જાણો 5 મોટી વાતો
તેવામાં જો તમે 5000 રૂપિયા મહિના પ્રમાણે તેમાં રોકાણ કરશો તો વર્ષના 60000 રૂપિયાનું રોકાણ થશે. પીપીએફ 15 વર્ષની સ્કીમ છે. તેવામાં 15 વર્ષમાં 9 લાખનું રોકાણ થશે. 7.1 ટકા પ્રમાણે તમને પીપીએફ પર 7,27,284 રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળશે. આ રીતે મેચ્યોરિટી પર તમને રોકાણ માટે 9 લાખ અને વ્યાજના મળી કુલ 16,27,284 રૂપિયા મળશે. આ રકમને તમે તમારા બાળકોના ભવિષ્ય માટે ઉપયોગ કરી શકો છો.
જો તમે આ મામલામાં થોડુ જોખમ લો તો એસઆઈપી દ્વારા મ્યૂચુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકો છો. માર્કેટ લિંક્ડ થવાને કારણે તેમાં રિટર્નની ગેરંટી હોતી નથી, પરંતુ એક્સપર્ટનું માનવુ છે કે લાંબા સમયમાં એસઆઈપી દ્વારા એવરેજ 12 ટકાનું રિટર્ન પ્રાપ્ત કરી શકાય છે. જો તમે એસઆઈપીનો વિકલ્પ પસંદ કરો છો તો તમારે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવાનું છે. પરંતુ જો એવરેજ 12 ટકા પ્રમાણે ગણતરી કરો તો 15 વર્ષમાં 9 લાખનું રોકાણ થશે અને તેના પર વ્યાજ 16,22,880 રૂપિયા મળશે અને 15 વર્ષ બાદ તમને રોકાણની રકમ અને વ્યાજ કુલ મળીને 25,22,880 રૂપિયા મળશે, જે તમારા બાળકોના ભવિષ્ય માટે કામ આવી શકે છે.
આ પણ વાંચોઃ આ IPO એ ગ્રે માર્કેટમાં મચાવ્યું તોફાન, દર શેર પર 60 રૂપિયાના ફાયદાની તક, જાણો વિગત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube