આ કારે Wagonr, Swift નો તોડ્યો ઘમંડ, મે મહિનામાં લોકોએ ખરીદવા માટે કરી પડાપડી
Best Selling Car in May: મે મહિનામાં ઘરેલુ વેચાણ આંકડાના આધારે સૌથી વધુ વેચાતી કાર મામલે એક કારે આખી બાજી પલટી નાખી છે. અનેક મહિનાથી આ કાર નીચેલા ક્રમે જોવા મળતી હતી. પરંતુ મે મહિનામાં તે બેસ્ટ સેલિંગ કાર બની ગઈ. આ કંપનીની વેગનઆર અને સ્વિફ્ટ જેવી લોકપ્રિય કારોને પછાડીને આ કાર સૌથી વધુ વેચાણ ધરાવતી કાર બની. ગ
Best Selling Car in May: મે મહિનામાં ઘરેલુ વેચાણ આંકડાના આધારે સૌથી વધુ વેચાતી કાર મામલે એક કારે આખી બાજી પલટી નાખી છે. અનેક મહિનાથી આ કાર નીચેલા ક્રમે જોવા મળતી હતી. પરંતુ મે મહિનામાં તે બેસ્ટ સેલિંગ કાર બની ગઈ. આ કંપનીની વેગનઆર અને સ્વિફ્ટ જેવી લોકપ્રિય કારોને પછાડીને આ કાર સૌથી વધુ વેચાણ ધરાવતી કાર બની. ગત મહિને એટલે કે મે મહિનામાં કુલ 334,800 યુનિટ વેચાયા. મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાનું શાનદાર વેચાણ ચાલુ રાખ્યું છે. આ સાથે જ ટોપ 10 કારમાં મારુતિની 7 કારોએ દમદાર પ્રદર્શન કર્યું છે. જુઓ સૌથી વધુ વેચાયેલી કાર અંગે માહિતી....
આ કારે બધાને પછાડ્યા...
મે મહિનામાં મારુતિ સુઝૂકીની બલેનો કાર સૌથી વધુ વેચાઈ છે. જ્યારે એક મહિના પહેલા તે ત્રીજા નંબરે હતી. મારુતિ બલેનોના મે મહિનામાં 18700 યુનિટ વેચાયા છે. બીજા નંબરે મારુતિ સુઝૂકીની સ્વિફ્ટ કાર છે જેના 17300 યુનિટ વેચાયા છે. ત્રીજા નંબરે વેગનઆર કાર છે જેના 16300 યુનિટ વેચાયા. ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીની અન્ય કારો જેમ કે બ્રિઝા, ઈકો, ડિઝાયર અને અર્ટિગા પણ સામેલ છે. આ સાથે જ હુંડાઈની ક્રેટા, ટાટાની નેક્સોન અને પંચ પણ યાદીમાં સામેલ છે.
Maruti Baleno ના ફીચર્સ
1. મારુતિ બલેનોની કિંમત 6.61 લાખ રૂપિયાથી લઈને 9.81 લાખ રૂપિયા સુધી છે. તે કંપનીની પ્રિમિયમ હેચબેક છે.
2. આ 5 સીટર કાર ચાર ટ્રિમ સિગ્મા, ડેલ્ટા, જેટા અને આલ્ફામાં ઉપલબ્ધ છે.
3. તેમાં 1.2 લીટર ડ્યૂલ જેટ પેટ્રોલ એન્જિન હોય છે. જે હવે સીએનજી સાથે પણ જોડાઈ છે.
4. પેટ્રોલ વેરિએન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ એએમટી ટ્રાન્સમીશનના વિકલ્પ હોય છે. જ્યારે સીએનજીમાં ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હોય છે.
5. તેમાં આઈડિયલ સ્ટાર્ટ/ સ્ટોપ ટેક્નોલોજી હોય છે જે માઈલેજને વધારે છે.
6. બલેનો (એમટી) 22.35 કિલોમીટર અને બલેનો (એએમટી) 22.94 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપવાની ક્ષમતા ધરાવે છે.
7. તેમાં ગેસમેન્ટ ફર્સ્ટ હેડઅપ ડિસ્પ્લે અને 360 ડિગ્રી કેમેરાની સાથે સાથે અન્ય સુપર્બ ફીચર્સ જેમ કે રિયર એસી વેન્ટ્સ, રિયર ફાસ્ટ ચાર્જિંગ યુએસબી પોર્ટ, એલઈડી ફોગ લેંપ્સ, એલઈડી પ્રોજેક્ટર હેડલાઈટ્સ, આર્કમી ટ્યૂન્ડ સાઉન્ડ સિસ્ટમ, 9 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ (જે Apple CarPlay અને Android Auto support ની સાથે હોય છે), વાયરલેસ ચાર્જર અને ક્રૂઝ કંટ્રોલ સામેલ હોય છે.
મહિલાઓ માટે બેસ્ટ 7 બેસ્ટ business ideas, જેનાથી કરી શકો છો લાખોની કમાણી!
નાળિયેર તેલનો બિઝનેસ છે બેસ્ટ, ઓછા રોકાણમાં કરી શકો છો લાખોની કમાણી
જો તમારી પાસે 500 રૂપિયાની નોટ હોય તો ખાસ વાંચો આ સમાચાર, નહીં તો પસ્તાશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube