નવા વર્ષમાં આ 5 ઓફરમાં ભૂલથી પણ ન પડતા, નહિ તો કોઈ ચૂનો ચોપડીને જતુ રહેશે
વર્ષ 2019 પૂરુ થઈ ગયું છે, અને નવુ વર્ષ 2020 આવી ગયું છે. દેશભરમાં કરોડો લોકોએ નવા વર્ષની શરૂઆત શાનદાર રીતે કરી. ત્યારે અનેક લોકો આજે ન્યૂ યરના પહેલા દિવસે કેટલાક પ્લાન બનાવીને બેસ્યા છે. નવા વર્ષે નવી ખરીદીથી લઈને ગિફ્ટ આપવા સુધીની બાબતોના પ્લાન બની ગયા છે, પંરતુ ક્યાંક એવુ તો નથી ને કે ઓનલાઈન બુકિંગ (Mobile Banking) કે સેલિબ્રેશનના કારણે તમને નવા વર્ષની શરૂઆતમાં જ ફ્રોડ કે છેતરપીંડી (Online Fraud)નો સામનો કરવો પડે. જો તમે ક્યાંક બુકિંગ કરાવી રહ્યા છો, અને કંઈક ઓનલાઈન મંગાવી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ.
નવી દિલ્હી :વર્ષ 2019 પૂરુ થઈ ગયું છે, અને નવુ વર્ષ 2020 આવી ગયું છે. દેશભરમાં કરોડો લોકોએ નવા વર્ષની શરૂઆત શાનદાર રીતે કરી. ત્યારે અનેક લોકો આજે ન્યૂ યરના પહેલા દિવસે કેટલાક પ્લાન બનાવીને બેસ્યા છે. નવા વર્ષે નવી ખરીદીથી લઈને ગિફ્ટ આપવા સુધીની બાબતોના પ્લાન બની ગયા છે, પંરતુ ક્યાંક એવુ તો નથી ને કે ઓનલાઈન બુકિંગ (Mobile Banking) કે સેલિબ્રેશનના કારણે તમને નવા વર્ષની શરૂઆતમાં જ ફ્રોડ કે છેતરપીંડી (Online Fraud)નો સામનો કરવો પડે. જો તમે ક્યાંક બુકિંગ કરાવી રહ્યા છો, અને કંઈક ઓનલાઈન મંગાવી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ.
સુરતના હાઈપ્રોફાઈલ દિશીત જરીવાલા હત્યામાં પત્ની વેલ્સી અને પ્રેમી નિર્દોષ જાહેર
બુકિંગ કરતા પહેલા ચેક કરો માહિતી
જો તમે ક્યાંયની ટીકિટ બુક કરાવી રહ્યા છો તો તમે તેની ઓફિશિયલ વેબસાઈટનો જ ઉપયોગ કરો. સાથે એ પણ ચેક કરો કે ક્યાંક કોઈ ગરબડ તો નથી ને. કેમ કે અનેકવાર લોકો ગ્રાહકોને પાગલ બનાવીને બુકિંગ કરાવી લે છે. નવા વર્ષમાં ફેક ઓફર પણ સામે આવે છે. તેથી ટિકીટ બુકિંગ કરાવતા પહેલા તમામ માહિતી મેળવી લો. અનેકવાર લોકો સસ્તા ભાવે ઓનલાઈન બુકિંગ કરાવી લે છે અને જ્યારે તેઓ પાર્ટી પોઈન્ટ પર પહોંચે છે તો તેમને માલૂમ પડે છે કે આવી કોઈ પાર્ટી છે જ નહિ.
500 કે 1000 રૂપિયામાં મળે છે ફૂડ
અનેકવાર ઈન્ટરનેટ પર 500 કે 1000 રૂપિયામાં એક લક્ઝુરિયસ હોટલમાં અનલિમિટેડ દારૂ અને ખાવાપીવાની અનેક ઓફર સામે આવે છે. આ ઓફરને બુક કરાવતા પહેલા એકવાર જરૂર ચેક કરી લો. કારણ કે, આ પ્રકારની ઓફર ફેક હોય છે. તે માત્ર લોકોને લૂંટવા માટે જ આ પ્રકારની ઓફર આપે છે.
ગુજરાતીઓની નવા વર્ષની સવાર પણ કાતિલ ઠંડીથી થઈ, જુઓ ક્યાં કેટલો છે ઠંડીનો પારો
ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા ચકાસો
જો તમે પાર્ટી માટે કે ગિફ્ટ લેવા માટે કોઈને તમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ આપો તો કોઈ સર્વરને ન આપો. જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની માહિતી કોઈને આપી રહ્યા છો તો તે તમારી સાથે સરળતાથી છેતરપીંડી કરી શકે છે. આ ઉપરાંત નજીકના એટીએમમાં કાર્ડ નાંખતા પહેલા એ બાબત પણ તપાસી લો કે, ત્યાં બધુ યોગ્ય છે કે નહિ. કારણ કે, અનેકવાર સ્કેમર્સ શહેરના ફેમસ સ્પોટના એટીએમને સ્કીમીંગ કરવા માટે મશીન લગાવે છે.
UPIનો ઉપયોગ કરતા પહેલા સાવધાન
જો તમે કોઈ પાર્ટી કે બિલનું વળતર યુપીઆઈ કે ક્યુઆર કોડથી કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ. અનેકવાર અનેક સંસ્થાઓ તમારી નિર્ધારિત રકમથી વધુ રૂપિયા વસૂલી લે છે. આ બાબતની માહિતી ત્યારે થાય છે જ્યારે ખાતામાંથી રૂપિયા નીકળી જાય છે.
ફૂડ ડિલીવરી સર્વિસમાં પણ લોચા
આ ઉપરાંત જ્યારે તમે ઓનલાઈન ફૂડ કે કોઈ સામાનનો ઓર્ડર કરો છઓ તો તે સમયે પણ સાવધાન રહો. અનેકવાર કંપનીની પાસે કોઈ પણ પ્રકારના ગ્રાહક સેવા નંબર આપેલા હોતા નથી. જેના કારણે તમારે પરેશાન થવુ પડે છે. અનેકવાર કંપનીના કસ્ટમર કેર અધિકારીના નંબરને ગૂગલ પર શોધવા દરમિયાન તમે સ્કેમર્સના જાળમાં ફસાઈ જાઓ છો. આ તમામ બાબતોનું ધ્યાન નવા વર્ષમાં જરૂર રાખો, નહિ તો કોઈ તમને ચૂનો લગાવીને જતુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube