Minimum Balance In Account: એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની ઝંઝટ ખતમ! જાણો સરકારનો પ્લાન
Bhagwat Karad: બેલેન્સ જાળવવાની મર્યાદા બેંકો અને શહેરો અનુસાર અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું મેટ્રો સિટીમાં દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI)માં ખાતું છે, તો તેણે 3000 રૂપિયાનું ન્યૂનતમ બેલેન્સ જાળવવું પડશે.
Minimum Balance in Bank Account: તમારા બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ તમને કેટલી વખત દંડ કરવામાં આવ્યો છે? જો જવાબ હા હોય તો આ ઝંઝટનો અંત આવવાનો છે. વિવિધ બેંકોના બચત અને ચાલુ ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવાની મર્યાદા પણ અલગ અલગ હોય છે. નાણા રાજ્ય મંત્રી ભગવંત કિશનરાવ કરાડે ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે ખાતાઓ લઘુત્તમ બેલેન્સ ન રાખતા હોય તેના પર પેનલ્ટી માફ કરવાનો નિર્ણય બેંકોના નિર્દેશક મંડળ લઈ શકે છે.
મિનિમન બેલેન્સ મેન્ટેન કરવા પર કર્યો સવાલ
કરાડ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, બેંકો સ્વતંત્ર સંસ્થા છે. તેમનું બોર્ડ ઓફ ડિરેક્ટર દંડ માફ કરવાનો નિર્ણય લઈ શકે છે. તમને જણાવી દઈએ કે મીડિયાએ રાજ્ય મંત્રી કરાડને મિનિમમ બેલેન્સ જાળવવા વિશે પૂછ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું કેન્દ્ર બેંકોને સૂચના આપવાનું વિચારી રહ્યું છે કે જે ખાતાઓમાં થાપણો લઘુત્તમ નિર્ધારિત સ્તરથી નીચે આવે છે તેના પર કોઈ દંડ લગાવવામાં ન આવે.
બેલેન્સ મેન્ટેન કરવાની લિમિટ અલગ-અલગ
તમને જણાવી દઈએ કે હાલમાં જાહેર ક્ષેત્રની બેંક અને ખાનગી બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવવું પડે છે. જો તમે મિનિમમ બેલેન્સ ન રાખો તો તમારે દંડ ભરવો પડશે. બેલેન્સ જાળવવાની મર્યાદા બેંકો અને શહેરો અનુસાર બદલાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનું મેટ્રો સિટીમાં દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (SBI)માં ખાતું છે, તો તેણે 3000 રૂપિયાનું ન્યૂનતમ બેલેન્સ જાળવવું પડશે. બીજી તરફ, જો તમારું ખાતું ગ્રામીણ વિસ્તારની શાખામાં છે, તો તમારે 2000 રૂપિયાનું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે.