નવી દિલ્હી: રોજગારની તકો ખોલવા માટે મોદી સરકાર સતત કોશિશ કરી રહી છે. સરકાર સતત સામાન્ય લોકો માટે નાણા કમાવવાની યોજનાઓ લાવી રહી છે. આ સાથે જ સરકાર યુવાઓ માટે નવા નવા પ્રકારની કોન્ટેસ્ટ પણ લાવી રહી છે. હવે મોદી સરકારે એક વધુ નવી કોન્ટેસ્ટ દ્વારા યુવાઓને 50,000 રૂપિયા સુધી કમાણી કરવાની તક આપી છે. ખાસ વાત એ છે કે આ માટે તમારે ક્યાંય જવાની કે આકરી મહેનત કરવાની જરૂર નથી પરંતુ ઘરે બેઠા બેઠા જ તમે 50,000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનેટ પ્રોજેક્ટ સાથે જોડાઓ
મોદી સરકારે દરેક ગામ સુધી ઈન્ટરનેટ પહોંચાડવાની પહેલ શરૂ કરી છે. આ માટે ગ્રામીણ ભારતમાં ભારતનેટ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા 2.5 લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબરથી જોડવાની છે. યુવાઓ પાસે તક છે કે તેઓ આ પ્રોજેક્ટ સાથે જોડાઈને કમાણી કરી શકે.


શું કરવાનું રહેશે
ડિઝાઈનિંગ ક્ષેત્રના યુવાઓ કે પછી જે તે કામમાં એક્સપર્ટ હોય તે લોકો આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. વાત જાણે એમ છે કે મોદી સરકાર આ પ્રોજેક્ટ માટે નવો 'લોગો' તૈયાર કરાવી રહી છે. ખાસ વાત એ છે કે આ લોકોને સામાન્ય લોકોની ભાગીદારીથી કમ્પલિટ કરવામાં આવશે. જો તમે પણ પોતાની કળા બતાવી શકતા હોવ તો આ ઈનામ તમને મળી શકે છે.


ઘરે બેઠા કરવાનું રહેશે કામ
આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે તમારે ક્યાય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા કરી શકો છો. તેને જમા કરવા માટે ક્યાય જવાની જરૂર નથી. તમે ઓનલાઈન જ તે જમા કરાવી શકો છો. જો કે તેને તૈયાર કરતા પહેલા જાણી લોકે તે માટે કઈ શરતો અને નિયમો છે. કારણ કે તેના આકાર અને અન્ય ચીજોને લઈને સરકારે કેટલાક નિયમો તૈયાર કર્યા છે.


બેસ્ટ લોગોને મળશે ઈનામ
પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવેલા લોગોમાંથી એક બેસ્ટ લોગોની પસંદગી થશે અને તેને 50000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત જે લોકોના લોગો સંતોષજનક લાગશે અથવા તો શોર્ટલિસ્ટ થશે તેમને સરકાર 10-10,000 રૂપિયાના ઈનામ આપશે.


15મી મે પહેલા કરો અરજી
જો તમે તેમા ભાગ લેવા માંગતા હોવ તો તમારે 15મી મે પહેલા લોગોને જમા કરાવવાનો રહેશે. જો કે લોગો પર કામ કરતા પહેલા નીચે આપેલી લિંક પર ક્લિક કરીને નિયમો અને શરતો ચોક્કસપણે વાંચી લો.


વધુ વિગતો માટે આ લિંક પર કરો ક્લિક