એરટેલને મોટું નુકસાન, ત્રીજા ક્વાર્ટરમાં 1035 કરોડ રૂપિયાની ખોટ
ભારતીય એરટેલને ઓપરેશનથી થતો નફો ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.5 ટકા વધીને 21947 કરોડ રૂપિયા થઈ ગયો છે.
નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય એરટેલને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય એરટેલને આ ક્વાર્ટરમાં કુલ 1,035 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. આ પહેલા નાણાકીય વર્ષ 2019ના બીજા ક્વાર્ટરમાં કંપનીએ ખોટ દર્શાવી હતી.
આંકડા પ્રમાણે ભારતીય એરટેલને 14 વર્ષમાં સૌથી મોટું નુકસાન આ ક્વાર્ટરમાં થયું છે. પાછલા વર્ષે બીજા ક્વાર્ટર દરમિયાન ભારતીય એરટેલને 86 કરોડ રૂપિયાનો લાભ થયો હતો.
હાલમાં કંપનીએ ટેરિફમાં કર્યો વધારો
ભારતીય એરટેલને ઓપરેશનથી થનારો નફો ડિસેમ્બરના ક્વાર્ટરમાં 8.5 ટકાથી વધીને 21947 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન પાછલા વર્ષે રેવેન્યૂ 20231 કરોડ રૂપિયા હતું. ભારતી એરટેલે ડિસેમ્બર 2019માં ટેરિફ વધારવાની પણ જાહેરાત કરી હતી. આ પગલું કંપનીની આર્થિક સ્થિતિને સુધારવા માટે ભરવામાં આવ્યું હતું.
એરટેલના આ પરિણામો તે સમયે આવ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટ એરટેલની એજીઆર સાથે જોડાયેલી અરજી પર સુનાવણી માટે તૈયાર થઈ છે. કંપની પર એજીઆર તરીકે 35,586 કરોડ રૂપિયાની દેણદારી છે. મહત્વનું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યૂનિકેશન તરફથી બધી ટેલીકોમ કંપનીને 1 લાખ કરોડ રૂપિયાની દેણદારીની નોટિસ આપવામાં આવી હતી. તેમાં વ્યાજ અને પેનલ્ટી પણ સામેલ છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube