મહારાષ્ટ્ર: ભિવંડીના એક ખેડૂત (Farmer) જનાર્દન ભોઈર આજકાલ ખુબ ચર્ચામાં છે. કારણ કે તેમણે હેલિકોપ્ટર (Helicopter) ખરીદી લીધુ છે. એક ખેડૂત પાસે હેલિકોપ્ટર...જાણીને વિશ્વાસ થવો મુશ્કેલ છે. પરંતુ આ સાચુ છે. વાત જાણે એમ છે કે પોતાના દૂધના ધંધા માટે અનેકવાર દેશના અન્ય ભાગોમાં જવું પડે છે. આથી તેમણે હેલિકોપ્ટર ખરીદી લીધુ. હવે તેઓ હેલિકોપ્ટરમાં બેસીને જરૂર પડ્યે ગમે ત્યાં જઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેરી બિઝનેસ માટે ખરીદ્યુ હેલિકોપ્ટર
ખેતીવાડી અને દૂધનો વ્યવસાય કરનારા ખેડૂત જનાર્દન ભોઈર આજકાલ આ હેલિકોપ્ટર (Helicopter) ની ટ્રાયલ પણ લઈ રહ્યા છે. ખેતીની સાથે સાથે જનાર્દનભાઈનો રિયલ એસ્ટેટનો પણ વેપાર છે. પોતાના કામ માટે તેઓ અનેકવાર દેશમાં અલગ અલગ જગ્યાએ મુસાફરી ખેડતા હોય છે. 


અનેકવાર જવું પડે છે બહાર
બહાર જવા માટે તેમણે હેલિકોપ્ટર (Helicopter)  ખરીદ્યુ છે. જનાર્દનનું કહેવું છે કે ડેરીના કારોબાર માટે તેમણે છાશવારે પંજાબ, ગુજરાત (Gujarat), હરિયાણા, રાજસ્થાન જેવા વિસ્તારોમાં જવું પડે છે. 30 કરોડનું હેલિકોપ્ટર ખરીદીને તેમણે બધાને ચોંકાવી દીધા છે. સમગ્ર વિસ્તારમાં આજકાલ તેઓ ખુબ ચર્ચામાં છે. 


Toolkit Case: દિશા રવિ બાદ હવે આ યુવતીની શોધમાં દિલ્હી પોલીસ, બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું


15 માર્ચે મળશે હેલિકોપ્ટરની ડિલિવરી
જનાર્દન ભોઈરે પોતાના ઘરની નજીક જ હેલિકોપ્ટર માટે હેલિપેડ પણ બનાવડાવી લીધુ છે. આ સાથે જ પાઈલટ રૂમ, ટેક્નિશિયન રૂમ પણ તૈયાર કરાવ્યા છે. તેમણે જણાવ્યું કે 15 માર્ચના રોજ મારે હેલિકોપ્ટરની ડિલિવરી લેવાની છે. મારી પાસે 2.5 એકર જગ્યા છે જ્યાં હેલિકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી અને અન્ય ચીજો બનાવીશું. 


Whatsapp New Privacy Policy: Facebook અને WhatsApp ને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, જાણો શું કહ્યું? 


ભિવંડીમાં રહે છે અનેક અમીર વેપારી
ભિવંડી (Bhiwandi) વિસ્તારમાં અનેક મોટી કંપનીઓના ગોડાઉન છે જેનાથી લોકોને સારું ભાડું મળે છે. દેશની મોટાભાગની તમામ મોંઘી ગાડીઓ તમને ભિવંડી વિસ્તારમાં જોવા મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિના કાફલામાં જોવા મળતી કેડિલેક કાર પહેલીવાર મુંબઈમાં નહીં પરંતુ ભિવંડી વિસ્તારમાં જ ખરીદવામાં આવી હતી. જનાર્દન ભોઈરની પાસે પણ અનેક ગોડાઉન છે. જેનાથી તેમને ખુબ સારી કમાણી  થાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube