નવી દિલ્હી: ભારતભરની સહકારી બેન્કો સારા બેન્કિંગ માપદંડો સાથે પ્રગતિ કરી આગળ આવે અને પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે 'બેન્કો પુરસ્કાર'નું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારતભરની સહકારી બેંકોમાં "ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્ક"ને નાની સાઈઝની સહકારી બેંકોના વર્ગમાં વર્ષ 2019 માટેનો નંબર ૧ 'બેંકો પુરસ્કાર' તાજેતરમાં ગોવા ખાતે બેંકના ઇન્ચાર્જ ચેરમેન રશ્મી પંડ્યા, પાસ્ટ  ચેરપર્સન નિલા ચોક્સી, ડાયરેક્ટર ચેતન  મેહતા, અને  જનરલ  મેનેજર CA સ્મીત  મોરબીઆને ૫૦૦થી વધુ સહકારી બેન્કોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે સાથે હાઈટેક ટેક્નોલોજી અપગ્રેડેશન એવોર્ડમાં ગુજરાતમાં નંબર ૧ અને ભારતમાં બીજા નંબરનો એવૉર્ડ પણ ભુજ મર્કેન્ટાઈલ બેન્કને એનાયત કરવામાં આવ્યો હતો. બેન્કિંગ સેક્ટરમાં રેકોર્ડ વાર્ષિક બિઝનેસ ગ્રોથ 36% "ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્કે" (BMCB) ગત વર્ષે હાંસલ કરેલ છે.
 
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે  'રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'ના ભૂતપૂર્વ એક્ઝીક્યુટીવ અશોક નાયક, શાંતારામ  ભાલેરાવ, તથા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટેચ્યુટરી ઓડિટર્સ શરદ ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. જજીસ તરીકેની મુશ્કેલ કામગિરી 'રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા'ના ભૂતપૂર્વ જનરલ મેનેજર અવિનાશ જોષી અને ટીમે પાર પાડી હતી.
   
આ પ્રસંગે બેન્કના ફાઉન્ડર ચેરમેન CA મહેન્દ્રભાઈ મોરબીઆએ જણાવ્યું હતું કે "ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્ક" (BMCB) હાલ સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ બેન્કમાં તમામ  ખાતેદારોની થાપણો હવેથી રૂપિયા 5 લાખના વીમાથી સુરક્ષિત છે. તથા ચાલુ વર્ષે "વિરમગામ બેન્ક" અને મુંબઈ સ્થિત "કચ્છ કો-ઓપ. બેન્ક"નો વિલય કરી BMCB બેન્ક મલ્ટીસ્ટેટ બેન્ક બનીને  ઉત્તરોત્ત્તર પ્રગતિ કરે તેવી તેમણે  શુભેચ્છા પાઠવી હતી." 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube