7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કર્મચારી હાલ ચિંતામાં છે કે સપ્ટેમ્બર મહિનામાં સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. તેવામાં એક રિપોર્ટ સામે આવી છે કે કેન્દ્ર સરકાર આ વખતે સરકારી કર્મચારીઓના ભથ્થામાં માત્ર ત્રણ પ્રકારનો વધારો કરી શકે છે. જોકે કેન્દ્રીય કર્મચારી ચાર ટકાનો વધારો થાય તેવું ઇચ્છિ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ અને મોંઘવારી રાહત દર ને 45% કરવા પર વિચારી રહી છે. જણાવી દઈએ કે કર્મચારીઓ અને પેન્સિલન્સ માટે ડી.એના દરમાં વધારાનો નિર્ણય લેબર મિનિસ્ટ્રીની વિંગ કરે છે. 


આ પણ વાંચો:


PF Balance: ક્યાં સુધી આવશે PF ખાતામાં વ્યાજ? EPO એ હવે કરી દીધી આ વાત


ભૂખ્યા પેટે સૂઈ જતા, 90 રૂપિયા હતો પગાર, છતાં હિંમત ન હારી...આજે છે સફળ બિઝનેસમેન


4300% ની તોફાની તેજી, માત્ર એક વર્ષમાં ઈન્વેસ્ટરોના પૈસા થઈ ગયા ડબલ


મોંઘવારી બધાને લઈને ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના મહાસચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ વખતે કર્મચારીઓ 4% નો વધારો થાય તેવી માંગ કરી રહ્યા છે. જોકે તેની સામે રિપોર્ટ્સ અનુસાર આ વખતે 3% નો વધારો થઈ શકે છે. જો મોંઘવારી ભથ્થામાં સરકાર ત્રણ ટકાનો વધારો કરે છે તો તેનો દર 45 ટકા થશે.


હાલ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 42%ના દરથી ડીએ મળે છે. સપ્ટેમ્બર મહિનામાં જો તેમાં 3% નો વધારો થાય તો આ દર 42% માંથી 45 ટકા થઈ જશે. જણાવી દઈએ કે આ પહેલા જાન્યુઆરી મહિનામાં કેન્દ્ર સરકારે ડીએ ચાર ટકા વધાર્યું હતું. સરકાર તરફથી દર છ મહિનામાં ડી.એ પર વધારો જાહેર કરવામાં આવે છે આ રીતે કેન્દ્રીય કર્મચારીઓને વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો મળે છે.